1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને UPSC અને GPSCના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને UPSC અને GPSCના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને UPSC અને GPSCના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગ, સમાજ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી યુપીએસસી અને જીપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર કરી શકે તેમજ કારકિર્દી માર્ગદશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગિય વડા ડો. હિતેશ આર પટેલ. ડો, રંજના ધોળકિયા તેમજ ગેસ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહીને નિવૃત પોલીસ અધિકારી તરૂણ બારોટ અને રજની ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું,

ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ, સમાજવિદ્યાભવનના ઉપક્રમે ગઈ તા.12-12-2025ને શુક્રવારના રોજ  વિદ્યાર્થીઓ માટે UPSC અને GPSC પરીક્ષાના માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઉપસ્થિતિ રહેલા વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંયોજક વિભાગીય વડા ડો. હિતેશ આર પટેલ સહ સંયોજક ડો. રંજના ધોળકિયા તેમજ મુખ્ય મહેમાન અને વક્તા  તરુણ બારોટ (Ex Deputy Superintendent of Police) તેમજ  અમદાવાદ જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર  રજનીભાઈ ચૌહાણ દ્વારા UPSC અને GPSCની પરીક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code