
જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં માનવ મેદની ઉમટી પડી, આજે રાત્રે સાધુ-સંતો શાહી સ્નાન કરશે
- નાગા સાધુઓ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
- આજે સાંજે સાધુ- સંતોની રવેડી નિકળશે
- રવેડીના બાદ મધરાતે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે
- હર હર મહાદેવના નાદથી ભવનીથ મંદિપ ગુંજી ઊઠ્યું
જુનાગઢઃ ગીર તળેટી ભવનાથ મહાદેવની પરિસરમાં યોજાયેલા શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મેળામાં હર હર મહાદેવના નાદથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. નાગા સાધુઓ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ રુદ્રાક્ષ ધારણ કરી, શરીરે ભસ્મ લગાવી અને જટા સાથે ધૂણો ધખાવી અલખની આરાધના કરી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા 78 સીસીટીવી અને 3 ડ્રોન કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિનો મેળોનો પ્રારંભ થયો છે. મેળાના અંતિમ દિવસે આજે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પાવન દિવસ પર ભવનાથ મહાદેવ મંદિર અન્નકોટ, વિશિષ્ટ શૃંગાર સહિતના આયોજનો કરાયા છે. ઈજે શિવરાત્રિની સંધ્યાથી સાધુ- સંતોની રવેડી નિકળશે બાદમાં મધરાતે રવેડીના સર્વે સાધુ- સંતો મૃંગીકુડમાં શાહી સ્નાન કરશે. દર વર્ષની જેમ દત્તમહારાજ, ગણેશજી અને ગાયત્રીમાતાની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવે છે પછી જ તમામ સાધુઓ શાહી સ્નાન કરશે. શિવરાત્રિના મેળા દરમિયાન આખુ ભવનાથક્ષેત્ર રોશનીથી ઝગમગી ઊઠ્યુ છે.
સનાતન ધર્મની પરંપરામાં કુંભ અને મહાકુંભ મેળાને ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કુંભ અને મહાકુંભમાં દિવસ દરમિયાન શાહી સ્નાન થતું હોય છે, પરંતુ ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં આજે મધ્યરાત્રીએ 12:00 વાગે શાહી સ્નાન થશે, આ સ્નાન પૂર્વે તમામ અખાડાઓના ઇષ્ટદેવને પ્રથમ સ્નાન કરાવ્યા બાદ નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ડુબકી લગાવવામાં આવે છે.
શિવરાત્રીના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયમન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાવિકોની સુરક્ષા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો છે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાયું છે, જ્યાંથી સીસીટીવી ફૂટેજનું 24 કલાક મોનિટરિંગ થઈ રહ્યું છે. સોનાપુરી, ભરડાવાવ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, દામોદર કુંડ સહિતના મહત્વપૂર્ણ સ્થળો ઉપરાંત શહેરમાં 400 થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાયા છે. બસ સ્ટેશન, મજેવડી ગેટ, રેલ્વે સ્ટેશન, કાળવા ચોક જેવા ભીડવાળા વિસ્તારોમાં પણ નેત્રમ શાખા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક ડાયવર્ઝન સહિતના નિર્ણયો સીસીટીવી કેમેરાની મદદથી સરળતાથી લઈ શકાય છે.