અમદાવાદ, 17 જુન, 2026 : Teachers’ agitation against mandatory TET exam રાજ્યમાં વર્ષ 2010 પહેલા પ્રાથમિક શાળાઓમાં ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ) પરીક્ષા આપવાના નિયમ સામે શિક્ષકોએ રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા એલાન મુજબ 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા ટેટ પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર અને ધરણાની જાહેરાત કરવામાં આવી છે. 2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને ટેટમાંથી બાકાત રાખવાની માગ કરવામાં આવી છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે. કારણ કે ટેટ પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હોવાથી એક લાખ જેટલા શિક્ષકો જે જે તે સમયે સરકારના નિયમ મુજબ નોકરીમાં લાગ્યા છે તેમને ટેટ પાસ કરવી પડી શકે છે.
શિક્ષક સંઘ દ્વારા આજથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કરી આવેદનપત્ર આપશે. 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા ટેટ પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવશે. અનુભવી શિક્ષકોએ ટેટના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે. 2010 પહેલા ટેટના હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી વિરોધ પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.


