1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતની મ્યુનિ.શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર છરીથી હુમલો કર્યો
સુરતની મ્યુનિ.શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર છરીથી હુમલો કર્યો

સુરતની મ્યુનિ.શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર છરીથી હુમલો કર્યો

0
Social Share

સુરત, 17 જુન, 2026 11-year-old student attacks classmate with knife શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિસિપાલિટી શાળામાં  11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય ક્લાસમેટ પર છરી વડે જીવલેણ હુમલો કરતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્કૂલ પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો. બનાવની જાણ થતાં વાલીઓ અને પોલીસ પણ દોડી આવી હતી.

સુરતમાં અમદાવાદ જેવો બનાવ બન્યો છે. અમદાવાદમાં અગાઉ શાળામાં વિદ્યાર્થી પર તેના સહાધ્યાયીએ છરીથી હુમલો કર્યો હતો. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિની શાળામાં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ તેના ક્લાસમેટ પર છરીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 11 વર્ષના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવું અને આવી હિંસક ઘટના બને તે ખરેખર ચિંતાજનક છે અને પીડિત માતાએ પોતાના બાળકને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી છે.

 શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિ.શાળામાં સાથે અભ્યાસ કરતા આ બંને સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈ ક્લાસરૂમમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે, સ્કૂલ છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થીને મારી દીધું હતું.  આ જીવલેણ હુમલાના કારણે ભોગ બનેલો માસૂમ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. માત્ર 11 વર્ષની ઉંમરે વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવાની અને ક્લાસમેટ પર જ હિંસક હુમલો કરવાની આ ઘટના તમામ વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code