1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સગીર ભત્રીજીને ડામ આપીને અત્યાચાર ગુજારવાના કેસમાં 3 ફોઈને 20 વર્ષની કેદ
સગીર ભત્રીજીને ડામ આપીને અત્યાચાર ગુજારવાના કેસમાં 3 ફોઈને 20 વર્ષની કેદ

સગીર ભત્રીજીને ડામ આપીને અત્યાચાર ગુજારવાના કેસમાં 3 ફોઈને 20 વર્ષની કેદ

0
Social Share

વડોદરા, 17 જુન, 2026 : 3 women sentenced to 20 years in prison for abusing minor niece શહેરના વારસિયા વિસ્તારમાં માતા-પિતા વિનાની સગીર ભત્રીજીને ડામ દઈને અત્યાચાર ગુજારતા પોલીસે ભત્રીજીના ત્રણ ફોઈ (ફૈબા) સામે બાળલગ્ન અને પોક્સો હેઠળ કેસ નોંધીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં સુનાવણી બાદ કોર્ટે કડક વલણ અપનાવી 3 મહિલા આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરા પર અત્યાચાર, બાળલગ્ન અને જાતીય શોષણના કરવામાં આવ્યું હતું.

આ કેસની વિગતો એવી હતી કે, સગીરાના માતા-પિતાના અવસાન બાદ તે પોતાની ફોઈઓ સાથે રહેતી હતી. તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી, ત્યારે ફોઈએ 2 લાખ લઈને અમદાવાદ જિલ્લાના યુવક સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. સગીરાને આ લગ્ન મંજૂર ન હોવાથી તે લગ્નના ચાર દિવસ બાદ સાસરેથી પરત ફરી હતી. ત્યારબાદ ફોઈઓએ તેને ફરી સાસરે મોકલવા માટે દબાણ શરૂ કર્યું હતું. સાસરે જવાની ના પાડતાં ત્રણેય ફોઈઓએ મળીને તેની મારપીટ કરી હતી. લગ્ન કરવા ઇનકાર કરતા ફોઈ દ્વારા ગરમ કરેલા સ્ક્રુ ડ્રાઈવરથી કપાળ, ગાલ, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ડામ મૂકવામાં આવ્યા હતા. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આખરે ફોઈનો ત્રાસ સહન ન થતા  17 વર્ષથી ઓછી ઉંમરની ભોગ બનનારી સગીરાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ કરીને ભત્રીજીની ફોઈ એવી ત્રણ મહિલા સામે બાળલગ્ન અને પોક્સો હેઠળ કેસ નોંધીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

આ કેસની સુનાવણી બાદ અદાલતે આરોપી ત્રણેય ફોઈઓને દોષિત ઠેરવી દરેકને 20 વર્ષની સખત કેદ તથા રૂ.50 હજાર દંડની સજા ફટકારી છે. દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાની રહેશે. આ ઉપરાંત આરોપીઓએ ભોગ બનેલી સગીરાને પાંચ લાખ રૂપિયા વળતર રૂપે પણ ચૂકવવા માટેના કોર્ટે આદેશ કર્યો છે.

સગીરાના બે લાખ રૂપિયા લઈને લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેની તપાસ દરમિયાન વધુ એક ગંભીર ખુલાસો થયો હતો કે, સગીર વયની હોવા છતાં યુવકે તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. ત્યારબાદ વારંવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code