વડોદરા, 17 જુન, 2026 : Medical waste being thrown on public roads શહેરના ગોત્રી વિસ્તારના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની લોકો માગ કરી રહ્યા છે. આ મેડિકલ વેસ્ટમાં ડ્રગ્સ, ઇન્જેક્શન , ક્રીમ, ટેબ્લેટ સાથે ફેસપેક છે. આ તમામ મટિરિયલની એક્સપાઈરી ડેટ પૂર્ણ થઈ જ નથી.
શહેરમાં ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથ નગર સોસાયટી, રામેશ્વર સ્કૂલ તરફ જતો રોડ છે. ત્યાં જી.ઈ.બી. સબ સ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ ક્વાર્ટર્સ આવેલા છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે, ત્યાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. મેડિકલ વેસ્ટ ફેંકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મેડિકલ વેસ્ટ પર કોઈ એક્સપાયરી ડેટ લખેલી નથી. ત્યારે આ દવાઓ કોણે નાખી તેની આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જોઈએ. તેવી સ્થાનિક લોકોમાં માગ ઊઠી છે.
સ્થાનિક રહિશોના કહેવા મુજબ આ વિસ્તારમાં ગોત્રી હોસ્પિટલ આવેલી છે તેની સામે જ આ રસ્તો છે. તેની નજીક મેડિકલ સ્ટુડન્ટ્સના ક્વાટર્સ આવેલા છે. રોડ પર ફેંકેલા મેડિકલ વેસ્ટમાં ડ્રગ્સ, ઇન્જેક્શન , ક્રીમ , ટેબ્લેટ સાથે ફેસપેક છે. આ તમામ મટિરિયલની તારીખ પૂર્ણ થઈ જ નથી. બધું રનિંગ છે. ત્યારે આવી કિમતી દવાઓ શા માટે ફેંકવામાં આવી તેની તપાસ કરવાની માગ ઊઠી છે.


