1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ
શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

0
Social Share

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કૂતરાની ગણતરીની  કામગીરી સોંપાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને સરકાર સામે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધની ચીમકી આપી છે. તો બીજી બાજુ શૈક્ષિક મહાસંઘે પણ વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના શિક્ષકોને બાળકોને ભણાવવા ઉપરાંતની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. શિક્ષણ સિવાયની કામગીરીને લીધે શિક્ષકો અધ્યયન કરાવવાની કામગીરીમાં પુરતુ ધ્યાન આપી શકતા નથી. તેથી શિક્ષણ પર વિપરિત અસર થઈ રહી છે. હવે શિક્ષકોને રખડતા કૂતરાઓ કેટલા છે તેની ગણતરી કરવામાં કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટએ જણાવ્યું કે, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે BLO ની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે શરૂઆતમાં વર્ષમાં 3 દિવસની કામગીરી સોપવામાં આવી હતી. પછી એ ધીરે ધીરે કામગીરી વધારવામાં આવતી હોય છે. અમારું સ્પષ્ટ માનવું છે કે, આવી શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને ન સોંપવામાં આવે. ભૂતકાળમાં અમે વહીવટી પંચ સમક્ષ અલગ કેડર બનાવવાની માંગ કરી છે. સરકારે પણ આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ.

 શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટએ જણાવ્યું કે, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે BLO ની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે શરૂઆતમાં વર્ષમાં 3 દિવસની કામગીરી સોપવામાં આવી હતી. પછી એ ધીરે ધીરે કામગીરી વધારવામાં આવતી હોય છે. અમારું સ્પષ્ટ માનવું છે કે, આવી શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને ન સોંપવામાં આવે. ભૂતકાળમાં અમે વહીવટી પંચ સમક્ષ અલગ કેડર બનાવવાની માંગ કરી છે. સરકારે પણ આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો આ પ્રકારની કામગીરી ફરજીયાત સોંપવામાં આવશે તો અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તેનો વિરોધ કરશે.

બીજીતરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, જે શિક્ષકોના કાર્યક્ષેત્રનું ન હોય તેવી કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે. આ પરિપત્રથી શિક્ષકોના સન્માન ને ઠેસ પહોંચે છે. સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં તલાટીઓને કૂતરા પકડવાની કામગીરી સોંપવાનો વિવાદિત આદેશ પાછો ખેંચવો પડ્યો હતો. ત્યારે આ પરિપત્ર પણ પાછો ખેંચાય તેવી માંગ ઉઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code