1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર ફાટતા ત્રણને ગંભીર ઈજા, મકાનોને પણ મોટુ નુકસાન
ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર ફાટતા ત્રણને ગંભીર ઈજા, મકાનોને પણ મોટુ નુકસાન

ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર ફાટતા ત્રણને ગંભીર ઈજા, મકાનોને પણ મોટુ નુકસાન

0
Social Share

ભાવનગર, 25 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના મહુવા શહેરમાં લાતી બજારમાં આવેલા એક રહેણાંકના મકાનમાં આજે સવારે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. સિલિન્ડરના જોરદાર વિસ્ફોટથી આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રચંડ અવાજને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરાતા પોલીસ તેમજ ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં લાતીબજારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી સવારે ગેસ લીકેજને કારણે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો ભીષણ હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો, પ્રચંડ અવાજને લીધે સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. આ બનાવમાં ઘરમાં હાજર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વિસ્ફોટની તીવ્રતાને કારણે આજુબાજુના મકાનની દીવાલો અને છતને નુકસાન થયું છે. પાડોશમાં આવેલા અન્ય બે મકાનોમાં પણ તિરાડો પડી હતી.

આ ઘટનાની જાણ થતાં જ મહુવા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ જ બ્લાસ્ટનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code