
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)ની શેલકેલ -500 CDSCOની ગુણવત્તા પરીક્ષણમાં વિફળ રહી હોવાના કથિત દાવા બેબુનિયાદ
અમદાવાદ: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ઈસ્ટ ઝોન, કોલકાતાના રિપોર્ટના સંદર્ભમાં તાજેતરમાં મીડિયામાં કેટલાક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવાયેલ અને વેચાતી અન્ય દવાઓ કથિત રીતે બિન-માનક ગુણવત્તા (NSQ) વાળી હોવાનો દાવો કરાયો છે. જેમાં અન્ય દવાઓ સાથે શેલકેલ -500ના એક બેચ (GDXD0581) નમૂનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. CDSCO દ્વારા એકત્રિત કરાયેલા નમૂનાની ગુણવત્તાની ચકાસણી માટે સમાન બેચના અમારા નિયંત્રીત નમુના સાથે તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ટોરેન્ટ અહીં સ્પષ્ટ કરવા માંગે છે કે CDSCO દ્વારા જપ્ત કરાયેલ નમૂના ટોરેન્ટ દ્વારા ઉત્પાદિત નથી. તે નમુના નકલી/બનાવટી ઉત્પાદનોના છે.
નકલી ઉત્પાદનોને રોકવાના ઉપાય તરીકે ટોરેન્ટે શેલકેલ પર QR કોડ્સ લાગુ કર્યા છે, તેની અધિકૃતતા ચકાસવા માટે બેચ ઉત્પાદન વિગતો પ્રદર્શિત કરે છે, CDSCO દ્વારા જપ્ત કરાયેલા નમૂનામાં આ QR કોડ્સ મળી આવેલ નથી. તપાસ કરાયેલ નમુનાઓનું પેકિંગ, QR કોડ અને લેબલિંગ ટેક્સ્ટ સરખામણી સહિત નમૂનાઓની અધિકૃતતા સ્થાપિત કરવા માટેનું અમારા મૂલ્યાંકનથી એ સાબિત થયુ છે કે NSQ નમૂના નકલી/બનાવટી ઉત્પાદનોના છે. જ્યારે અમારી પ્રોડક્ટના નમુના તમામ નિર્ઘારીત માંપદંડો ઉપર ખરા ઉતર્યા છે.
ટોરેન્ટે આ અંગે મૂલ્યાંકન અહેવાલ સાથે ઔપચારિક પ્રતિભાવ પહેલાથી જ સબમિટ કરી દીધા છે, જેમાં CDSCO દ્વારા જપ્ત કરાયેલા નમૂના નકલી/બનાવતી હોવાનું સ્પષ્ટપણે જણાવાયુ છે. અમારા ઉત્પાદનોની પ્રત્યેક બેચ કડક ગુણવત્તા પરીક્ષણોમાંથી પાસ થાય છે. અમે ખાતરી આપીએ છીએ કે ટોરેન્ટ દ્વારા બનાવાતા અને વેચાતા તમામ ઉત્પાદનો ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)ના ધારા-ધોરણોનો ચુસ્ત પાલન કરે છે અને અમારા પ્રોડક્ટમાં અન્ય તમામ નિયમો/ધોરણોનું પાલન કરવામાં આવે છે.