Homeગુજરાતીગુજરાતવૃક્ષો માત્ર મનુષ્યને જ નહીં, પરંતુ અસંખ્ય જીવોને જીવન આપે છેઃ રાજ્યપાલ

વૃક્ષો માત્ર મનુષ્યને જ નહીં, પરંતુ અસંખ્ય જીવોને જીવન આપે છેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 26 ઓગસ્ટ, 2026 : Trees give life not only to humans but also to countless living beings રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ પેહલા કાર્યક્રમ સ્થળે રાજ્યપાલનું ગ્રામજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

મુલાકાતની શરૂઆત રાજ્યપાલના હસ્તે વૃક્ષારોપણથી થઈ હતી. રાજ્યપાલએ ગ્રામજનો સાથે ૧૬૭૫ જેટલા ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું ઉત્સાહપૂર્વક વાવેતર કરી પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મૂરઝાવું – મરવું ન જોઈએ. વૃક્ષો માત્ર મનુષ્યને જ નહીં, પરંતુ અસંખ્ય જીવોને જીવન આપે છે. વૃક્ષોથી ઓક્સિજન, ફળ-ફૂલ, ઔષધિઓ અને પંખીઓ માટે આશ્રય સહિત અનેક અમૂલ્ય ભેટો મળે છે. માનવજીવન પૂર્ણ થયા બાદ પણ વૃક્ષો સમાજ માટે ઉપયોગી બની રહે છે. તેથી વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું એ પુણ્ય કાર્ય છે.

રાજ્યપાલએ ગ્રામજનોને પરિવારના કોઈ સભ્યના જન્મદિવસ કે અન્ય આનંદના પ્રસંગે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. સાથે જ માત્ર વૃક્ષ વાવી દેવાને બદલે તેની નિયમિત સારસંભાળ અને જતન કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

તેમણે પ્રેરણાદાયી સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે. ભોજન અને પાણી વિના થોડો સમય રહી શકાય છે, પરંતુ ઓક્સિજન વિના ક્ષણભર પણ જીવન શક્ય નથી. તેથી સૌએ પ્રકૃતિના રક્ષક બની વૃક્ષોનું જતન કરવા અને વૃક્ષ જેવા પરોપકારી ગુણો કેળવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા  રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી.ગામીત, પ્રાંત અધિકારી આર.જે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ, પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular