1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં તમામ ફ્લાઈ ઓવરબ્રિજ પર બે દિવસ દ્વીચક્રી વાહનો માટે પ્રતિબંધ
સુરતમાં તમામ ફ્લાઈ ઓવરબ્રિજ પર બે દિવસ દ્વીચક્રી વાહનો માટે પ્રતિબંધ

સુરતમાં તમામ ફ્લાઈ ઓવરબ્રિજ પર બે દિવસ દ્વીચક્રી વાહનો માટે પ્રતિબંધ

0
Social Share
  • પતંગની દોરીથી દ્વીચક્રી વાહનચાલકોને બચાવવા નિર્ણય લેવાયો
  • ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે દ્વીચક્રી વાહનો માટે ઓવરબ્રિજ પરથી જઈ શકશે નહીં,
  • પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

સુરતઃ શહેરમાં મંગળવારે ઉત્તરાણ અને બુધવારે વાસી ઉત્તરાણના પર્વને લીધે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. ત્યારે પતંગની દોરીથી દ્વીચક્રી વાહનચાલકો ભોગ ન બને તે માટે શહેરના તમામ બ્રિજ પર તા.14મી અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાણ અને વાસી ઉત્તરાણ બે દિવસ દ્વીચક્રી વાહનચાલકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. શહેરના તમામ ઓવરબ્રિજ પર પોલીસ ખડેપગે ઊભી રહેશે. અને દ્વીચક્રી વાહનોને ઓવરબ્રિજ પર પ્રવેશતા રોકશે

સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, ભૂતકાળમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના દિને ટુ-વ્હીલર વાહનચાલકો એવરબ્રિજ પર પતંગના દોરાથી નાના-મોટા અકસ્માતો ભોગ બન્યા છે. આવા બનાવો ફરીવાર ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા મકરસંક્રાંતિ બે દિવસ માટે ટુ-વ્હીલર વાહનચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાય ઓવરબ્રિજ સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે, જેના કારણે શહેરમાં ઘણા ફલાય ઓવરબ્રિજ બન્યા છે, જેના કારણે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉતરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાય ઓવરબ્રિજ ઉંચાઈ સરખી હોય છે. પતંગ ચગાવતા રસિયાઓને કારણે પતંગનો દોરો ફ્લાય ઓવરબ્રિજ પર પડતો હોય છે. ત્યારે ટુ-વ્હીલર વાહનચાલક પસાર થતા હોય છે અને તેમના ગળા અને શરીરના ભાગે પતંગના દોરાના કારણે ઈજા થતાં નાના-મોટા અકસ્માત થાય છે અને ઘણીવાર જાનહાનિ થતી હોય છે. આવા અકસ્માતને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15 ફેબ્રુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર વાહનચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મકરસંક્રાંતિ તહેવાર પહેલા ટુ-વ્હીલર વાહનચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. અને સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાય ઓવરબ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સાથે-સાથે પતંગનો દોરો ઓવરબ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે અકસ્માત થતા અટકાવવાનું નવું આયોજન મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે કરવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code