1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ બે પિસ્તલ સાથે સુરતથી પકડાયો
ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ બે પિસ્તલ સાથે સુરતથી પકડાયો

ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ બે પિસ્તલ સાથે સુરતથી પકડાયો

0
Social Share

સુરત, 20 મે, 2026 : Uttar Pradesh’s notorious gangster Sholay Singh caught  ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેન્ગસ્ટર આનંદ સિંહ ઉર્ફે શોલે સિંહ ઉર્ફે સચિન સિંહ અશોક સિંહ ઠાકુર યુપી પોલીસના એન્કાઉન્ટરના ડરથી સુરત આવીને છુપાયો હતો. આરોપીએ પોલીસની બચવા માટે સુરતમાં આવીને ટેલરિંગ કામ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પલસાણાથી કૂખ્યાત ગેંગસ્ટરને બે અત્યાધુનિક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો છે. પકડાયેલા આરોપી પર યુપી પોલીસ દ્વારા કુલ 1.50 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગેંગસ્ટર શોલે ફિલ્મથી પ્રભાવિત છે, તેના કાકાનું નામ પણ ગબ્બર સિંહ છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ કૂખ્યાત ગેન્ગસ્ટરનું અસલી નામ આનંદ સિંહ ઉર્ફે શોલે સિંહ ઉર્ફે સચિન સિંહ અશોક સિંહ ઠાકુર (ઉં.વ. 26) છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના લખોંવા ગામનો વતની છે. આનંદ સિંહ ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાનો સિક્કો જમાવવા અને મોટો બાહુબલી બનવા માંગતો હતો. આરોપીએ હથિયારોના જોરે આખા વિસ્તારમાં આતંક મચાવવા માટે અલગ-અલગ અપરાધીઓને ભેગા કરીને એક આખી ગેંગ બનાવી હતી, જેનું નામ ‘શોલેસિંગ જોનપુર વાળા’ ગેંગ રાખવામાં આવ્યું હતું. આનંદ સિંહ ઉર્ફે શોલે સિંહ ઉત્તર પ્રદેશના અલગ-અલગ પાંચ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો, જેમાંથી ચાર ગુના ‘એટેમ્પ્ટ ટુ મર્ડર’ (હત્યાની કોશિશ) અને એક ધમકીનો છે. 2025માં, તેના મિત્ર નિતેશ તિવારીના ભાઈ પર થયેલા હુમલાની અદાવત રાખીને આનંદ સિંહે તેના સાગરીતો સાથે મળીને સોનુ ઉપાધ્યાયના ઘરે જઈ તેના પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સિવાય, તેમજ બક્સામાં જમીનના સેફ્ટી પેટે એક બંગાલી ડૉક્ટર પાસે 50 લાખની ખંડણી માંગી ન મળતા, ડૉક્ટર પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી.

સુરત એડિશનલ પોલીસ કમિશનર કરણસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, આનંદસિંહ પોલીસ પકડથી બચવા માટે ખૂબ જ શાતિર મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો. તે જ્યાં રહેતો હતો ત્યાં પોતાનો મોબાઈલ ફોન હંમેશા સ્વિચ ઓફ રાખતો હતો. જ્યારે પણ તેને જોનપુર કે પ્રતાપગઢમાં કોઈને ધમકી આપવી હોય, ત્યારે તે પોતાના રહેઠાણથી 50થી 100 કિલોમીટર દૂર વિરુદ્ધ દિશામાં જતો રહેતો હતો.ત્યાં જઈને તે નવું સીમકાર્ડ ખરીદી ફોન ચાલુ કરતો અને ખંડણીની ધમકી આપતો હતો. ધમકી આપ્યા બાદ તે સીમકાર્ડ ફેંકી દેતો અને ફરી પાછો અજ્ઞાત જગ્યાએ આવી જતો, જેથી ટેકનિકલ સર્વેલન્સમાં તેનું લોકેશન ટ્રેસ ન થઈ શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code