Homeગુજરાતીગુજરાતભાવનગરમાં નકલી શરાબકાંડ બાદ અમદાવાદમાં પોલીસના ઠેર ઠેર દરોડા, બુટલેગરોમાં ફફડાટ

ભાવનગરમાં નકલી શરાબકાંડ બાદ અમદાવાદમાં પોલીસના ઠેર ઠેર દરોડા, બુટલેગરોમાં ફફડાટ

અમદાવાદ, 24 ઓગસ્ટ 2026 : Police conduct raids on liquor dens across the city. ભાવનગરના નકલી શરાબકાંડે 13 લોકોનો ભોગ લીધા બાદ રાજ્યભરની પોલીસ દારૂના વેચાણ સામે સક્રિય બની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે પણ ઠેર ઠેર દરોડા પાડીને બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. ત્રણ દિવસમાં તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ દરોડા પાડીને 476 લોકો સામે 436 જેટલા દેશી-વિદેશી દારૂના કેસો નોંધવામાં આવ્યા છે. શહેરમાં દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનારા બુટલેગરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે.

ભાવનગરના શરાબકાંડ બાદ ડીજીપી જીએસ મલિકે રાજયમાં દારૂની ગેરકાયેદસર પ્રવૃતિ અંકુશમાં લેવા તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્પેશીયલ પ્રોહીબીશન ડ્રાઈવ કરવા સૂચના આપી હતી, જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. શહેરના લિસ્ટેડ બુટલેગર્સ તેમજ ચોરી છુપીથી દારૂની પ્રવૃતિ કરતાં ઈસમોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂના 73 કેસો કરવામાં આવ્યા છે. 29.93 લાખની વિદેશી દારૂની બોટલ/બીયર નંગ-11479 સહિત 80.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે દેશી દારૂના 336 કેસો કરવામાં આવ્યો છે. 7.38 લાખનો 3693 લીટર દારૂ સાથે 8.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં 7 લોકો સામે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોને પાસા કરવાની કાર્યવાહી કડક કરવામાં આવી છે, જેના પગલે 41 જેટલા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી કરી અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે દેશી અને વિદેશી દારૂ બહારથી મંગાવી વેચનારા તેમજ હેરાફેરી કરનારા સહિતના 18 બુટલેગરો સામે પાછા કરવામાં આવી છે. જ્યારે મિલકત સંબંધી ગુનેગારો 14 અને શરીર સંબંધી જેવા કે મારામારી હત્યા નો પ્રયાસ સહિતના ગુનાઓ કરનારા 9 ગુનેગારો સામે પાસા કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular