Homeગુજરાતીગુજરાતસુરતમાં PSI રિવોલ્વર સાફ કરતા ગોળી છૂટીને શ્રમિકની છાતીમાં આરપાર થઈ

સુરતમાં PSI રિવોલ્વર સાફ કરતા ગોળી છૂટીને શ્રમિકની છાતીમાં આરપાર થઈ

સુરત, 24 ઓગસ્ટ 2026 : While a PSI was cleaning his revolver, a bullet discharged and pierced through a laborer’s chest શહેરના નાના વરાછા વિસ્તારમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઢાળ પોલીસ ચોકીના PSI પી. એસ. મકવાણા શનિવારે સાંજે ચોકીમાં બેઠાં-બેઠાં સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા. તે દરમિયાન ભૂલથી ટ્રીગર દબાઈ જતા એકાએક ફાયરિંગ થઇ ગયું હતું. અને ગોળી છૂટી ચોકીમાં મુકેલા પાણીના 20 લિટરના જગને વીંધીને ક્રોસમાં રોડ પર ઉભેલા શ્રમિક એવા લારીવાળા અરવિંદ અંબુ પટેલ (ઉ.વ.45, રહે-રામજી મંદિર પાસે, નાનાવરાછા)ને છાતીમાં આરપાર નીકળી ગઈ હતી,  આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્છ અધિકારીઓ દોડી આવ્યા હતા.અને PSI સામે લાપરવાહીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં ઢાળની પોલીસ ચોકી નજીક સાંજના 7.15નો સમય હતો. દુકાન અને લારી વાળા ઘરે જવાની તૈયારીઓમાં હતા. આ સમયે PSI મકવાણા પોલીસ ચોકીમાં બેઠાં-બેઠાં સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. દરમિયાન ભૂલમાં જ ટ્રીગર દબાયું ને ફાયરિંગ થઈ ગયું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના જગને ચીરીને પોલીસ ચીકીની સામે રોડ પર ક્રોસમાં લારી લઈને ઊભેલા શ્રમિક યુવાનની છાતી ચીરીને આરપાર નિકળી ગઈ હતી. શ્રમિક યુવાન અરવિંદ પટેલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની  હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે કેટલાક સવાલો ઊભા થયા હતા. પોલીસ ચોકીમાંથી ગોળી બહાર આવીને ગોળી 30 ડિગ્રી ક્રોસમાં જવી એ મામલે શંકા થઈ રહી છે. જોકે અહીં લારી પહેલા પણ એક વાન પડી હતી અને પછી લારીવાળો ઊભો હતો તો આ ગોળી લારીવાળાને કેવી રીતે લાગી તેને લઈને સવાલ થઈ રહ્યા છે. જે જગ્યા પર લારીવાળાને ગોળી વાગી ત્યાં સીસીટીવી પણ છે. જો તે ચેક કરવામાં આવે તો રહસ્ય પરથી પડદો ઉંચકાઈ શકે છે.

બીજી તરફ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતા. સ્થાનિક લોકોના અને ચોકીના સ્ટાફના નિવેદન લેવાયા હતા. PSI મકવાણાથી ભૂલથી ફાયરિંગ ગયું હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. PSIની ગ્લોક 17 નામની પિસ્તોલમાં 9 mm કેલિબરની ગોળીનો ઉપયોગ થાય છે અને સ્ટાન્ડર્ડ મેગેઝિનમાં એકસાથે 17 ગોળીઓ લોડ કરી શકાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular