
યોગી સરકાર પરવેઝ મુશર્રફના પરિવારની પ્રોપર્ટીની હરાજી કરશે
- બાગપતના કોટાણામાં મુશર્રફના પરિવારની કરોડોની સંપત્તિ
- મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો
- ભાગલા વખતે મુશર્રફનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો
લખનૌઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ચર્ચાનું કારણ છે. કોટાણા ગામના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સંબંધીના નામે નોંધાયેલી સંપત્તિની હરાજી કરવાનો યોગી સરકારે નિર્ણય કર્યો છે. દુશ્મન સંપત્તિ હેઠળ હરાજી કરવામાં આવશે તેવુ ચર્ચાય રહ્યું છે. કોટાણા ગામમાં પરવેઝ મુશર્રફના માતાશ્રીના પરિવારજનોની મુલકત હોવાનું જાણવા મળે છે.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસ4ર, દુશ્મન સંપત્તિ તરીકે નોંધાયેલી લગભગ બે હેક્ટર જમીન કોટાનાના નુરુની છે, જે 1965માં પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા. ટૂંક સમયમાં આ જમીનની હરાજી કરવામાં આવશે. કોટાણાના ગ્રામજનોએ જણાવ્યું કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના માતાજીના પતિ કોટાણા ગામના છે. તેમની માતાનું નામ બેગમ ઝરીન અને પિતાનું નામ મુશર્રફુદ્દીન હતું. લગ્ન બાદ 1943માં બંને પરિવારોએ ગામ છોડી દીધું હતું. પરવેઝ મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો. જોકે પરવેઝ મુશર્રફ ક્યારેય ગામમાં આવ્યા નથી. દેશના ભાગલા વખતે તેમનો પરિવાર 1947માં પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો.
વર્ષ 1998માં કારગીલમાં પાકિસ્તાન આર્મીના જવાનો ઘુસી આવ્યા હતા. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે વખતે પાકિસ્તાન આર્મીના વડા મુશર્રફ હતા. કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ મુશર્રફ પાકિસ્તાનમાં સત્તા પલટો કરીને રાષ્ટ્રપતિ બની ગયા હતા.