1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વીજળી ચોરીના 10276 કેસ પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વીજળી ચોરીના 10276 કેસ પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વીજળી ચોરીના 10276 કેસ પકડાયા

0
Social Share

સુરેન્દ્રનગર, 3 જુલાઈ, 2026 : Campaign against electricity theft in Surendranagar district જિલ્લામાં વધતા જતા વીજ લોસને લીધે પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક વર્ષમાં સમયાંતરે વીજચોરી સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા એક વર્ષમાં 10,276 વીજ કનેક્શનોમાંથી વીજળી ઝડપી લઈને વીજચોરી કરનારાઓને રૂપિયા 3,797.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ વીજ ચોરી સામે ઘનિષ્ટ ચેકિંગની કામગીરીથી પીજીવીસીએલને લાઈન લોસમાં પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે.

પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદ લઈને છેલ્લા એક વર્ષમાં સમયાંતરે સુરેન્દ્રનગર શહેર ઉપરાંત તમામ તાલુકાઓ અને ખાસ કરીને અંતરિયાળ ગાંમડાઓમાં વીજચારી સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઘર વપરાશના 9,095 વીજ કનેક્શનોમાં ગેરરીતિ સબબ 2737.32 લાખનો દંડ, વાણિજ્ય હેતુના 342 કનેક્શનોમાં ગેરરીતિ સબબ 791.20 લાખનો દંડ,  તથા ઔદ્યોગિક હેતુના 578 કનેક્શનોમાં ગેરરીતિ સબબ 176.37 લાખનો દંડ તેમજ ખેતીવાડીના 261 કનેક્શનોમાં ગેરરીતિ સબબ 92.97 લાખનો દંડ ફટકારવવામાં આવ્યો હતો.

પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલી વીજચોરી સામેની ઝૂંબેશમાં વર્ષોથી વીજચોરી થતી હતી તેવા 12 ગામડાંઓમાં પહેલીવાર જિલ્લા પોલીસવડા અને પોલીસ કાફલાને સાથે રાખીને વીજ ચેકિંગ કરવામાં આવ્યુ હતું.  આ સ્પેશિયલ વિજિલન્સ ડ્રાઈવમાં 12 ગામોના 541 વીજ કનેક્શનોમાં ગેરરીતિ સબબ રૂપિયા 723.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ 12 ગામોમાં સુદામડા, જાજાવડલા, થાન (જામવાડી), ગેડિયા, ખેરવા, ઝેઝરી,  સમલા, ખંભલાવ,  લાખાવાડ, નોલી, શોખા અને રામપરાનો સમાવેશ થાય છે. ચોરી સામે આ ઝુંબેશથી પીજીવીસીએલને વીજલોસ ઘટાડવામાં સફળતા મળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code