1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં 1444 કિલો નકલી ઘી પકડાયુ, કડક કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીનો નિર્દેશ
બનાસકાંઠામાં 1444 કિલો નકલી ઘી પકડાયુ, કડક કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીનો નિર્દેશ

બનાસકાંઠામાં 1444 કિલો નકલી ઘી પકડાયુ, કડક કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીનો નિર્દેશ

0
Social Share

ગાંધીનગર, 17 મે 2026: 1444 kg of fake ghee seized in Banaskantha  ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. અને વધુ નફો કરવા માટે ભેળસેળિયા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાંથી આશરે ૪૪૮ કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો તેમજ બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાંથી અંદાજે ૪૪૬  કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક સ્થળેથી આશરે ૫૫૧ કિલો જેટલો ઘીનો જથ્થો ઝડપાયો હતો. આમ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું,  જેની કિંમત રૂ. ૮,૨૮,૪૯૦ /-* થી વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

 રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડુપ્લિકેટ ઘીના જથ્થા મામલે વિશેષ તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં. નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિભાગને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આવી કોઈ બાબત ચલાવી લેવામાં આવશે નહીં.

ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ચેતના ગુર્જર,  એમ. એન. ગુર્જર તથા  એસ. એમ. પટેલ દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પાલનપુર વિસ્તારમાંથી આશરે ૪૪૮ કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમજ દિયોદર વિસ્તારમાંથી અંદાજે ૪૪૬ કિલો ઘી મળી આવ્યું હતું. આ ઉપરાંત  અન્ય એક સ્થળેથી આશરે ૫૫૧ કિલો જેટલો ઘીનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૮,૨૮,૪૯૦ /થી વધુ હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ અનુસાર સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-૨૦૦૬ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહીઓ વધુ સઘન બનાવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code