Homeગુજરાતીગુજરાતસુરતના લિંબાયત વિસ્તારમાં રહેણાંકના મકાનમાં આગ લાગતા 5નાં મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેણાંકના મકાનમાં આગ લાગતા 5નાં મોત

સુરત, 31 માર્ચ 20265 killed in fire at residential building  શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક રહેણાંકના મકાનમાં કોઈ કારણસર આગ ફાટી નિકળતા અને ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગંભીરરીતે દાઝી ગયેલા ચાર મહિલા અને બાળક સહિત 5 ના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવને લીધે આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  લિંબાયત વિસ્તારના મીઠી ખાડીમાં આવેલી બેઠી કોલોનીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. મકાનમાં આઠ ટનથી વધુ સાડીનો જથ્થો અને કેમિકલ ફોમનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સાથે જ ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. સાડી અને ફોમમાં લાગેલી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું.  આગને કારણે ઘરમાં રહેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા. ચાર મહિલા સહિત એક બાળક બહાર ન નીકળી ન શકતા પાંચેયના મોત નિપજ્યા હતા.  ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે ગંભીરરીતે દાઝેલા પાંચેયનું રેસ્ક્યુ કરી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા ચાર મહિલા અને બાળક સહિત પાંચેયના મોત નિપજ્યા હતા.

આગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. જોકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલા લોકોએ પાણીની વ્યવસ્થા કરીને મકાન પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા અને બાળકને બહાર કાઢવામાં નિષ્ફળત મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બચાવકાર્યમાં લાગેલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments