1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ
સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

0
Social Share
  • ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યાં
  • પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી
  • ત્રણ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ

અમદાવાદઃ રાજ્યમાં દશાના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી રાત પછી અનેક સ્થળો ઉપર મહિલાઓ દ્વારા માતાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે વહેલી સવારે માતાજીની મૂર્તિ પધરાવવા ગયેલા પરિવારનો એક વ્યક્તિ સાબરમતી નદીના ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેને બચાવવા માટે અન્ય લોકોએ નદીમાં છલાંગ લગાવી હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી 3 વ્યક્તિઓના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સેકટર 30 પાસે આજે વહેલી સવારે 7 વાગ્યે દશામાં ની મૂર્તિ વિસર્જિત કરતી વખતે કરુણ ઘટના સર્જાઈ હતી જેમાં 3 લોકોના મોત થયા છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબી જવાની ઘટના બની હતી.

મૂર્તિ  પધરાવવા જતા બેલેન્સ બગડતા એક વ્યક્તિ ડૂબ્યો હતો, જેને બચાવવા જતા એકબાદ એક પાંચ લોકો ડૂબ્યા હતા. ઘટના અંગે મનપા ફાયર વિભાગને કોલ મળતા ફાયરની ટીમ આવી પહોંચી હતી અને તેમણે રેસ્ક્યુની કામગીરી કરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ તેમની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

#SabarmatiRiverTragedy,  #GandhinagarTragedy,  #DrowningIncident, #MatajiIdolImmersion, #RiverAccident,  #GandhinagarNews,  #SabarmatiRiverAccident,  #TragedyInGandhinagar, #AccidentDuringIdolImmersion

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code