Homeગુજરાતીભારતીય શેરબજારમાં તેજી, BSE 557.45 પોઈન્ટ વધારા સાથે બંધ થયું

ભારતીય શેરબજારમાં તેજી, BSE 557.45 પોઈન્ટ વધારા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં તેજી શુક્રવારે યથાવત રહી હતી. દરમિયાન બીએસઈ 557.45 પોઈન્ટના વધારા સાથે 76905.51 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. આવી જ રીતે એનએસઈમાં 159.75 પોઈન્ટનો વધારો થયો હતો. એનએસઈ 23350.40 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે પાંચેય સેશન ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. BSE સેન્સેક્સ 325 પોઇન્ટ ઉછળીને 76 હજાર, 600 ઉપર રહ્યો. જ્યારે નિફ્ટી 110 પોઇન્ટની ઉછળીને  23 હજાર, 300 પોઇન્ટ ઉપર કારોબાર કરી રહ્યો છે. FIIની  લેવાલીના પગલે ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. ચોલામંડલ,  એચએએલ, ગેલ, અદાણી ગ્રીન અને NHPCજેવી કંપનીઓના શેરોમાં ઉછળ્યા જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ, બજાજ ફિનસર્વ, ઝોમેટો, વિપ્રો, ટાઈટન જેવી કંપનીઓના શેરોમાં ઘટાડો થયો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img