1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ
ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

0
Social Share

ગાંધીનગર, 02 માર્ચ, 2026: Urban Development Mission to get Best Community Impact Project Award મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેના માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.  શહેરી વિકાસ માટે રાજ્ય સરકારના આયોજનની નોંધ લઇને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) દ્વારા ગુજરાતની 156 નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ કામગીરીના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર માટે ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી  કનુભાઇ દેસાઇના દિશાનિદર્શનમાં અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું નિર્માણ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓમાં ગટર નેટવર્કનું મેન્ટેનન્સ વધુ સારી રીતે થઇ રહ્યું છે અને પાણીના પુન:ઉપયોગના લીધે લાખો લીટર પાણીને બચાવવામાં પણ સફળતા મળી છે. ટેક્નોલોજીના સમન્વયથી વધુ સારી રીતે કામગીરીનું નિરીક્ષણ શક્ય બન્યું છે અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસના વિઝનને સાર્થક બનાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની આ કામગીરીની નોંધ લઇને બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ માટેનો જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા 6 અને 7 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ દરમિયાન GUDMને ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code