સુરત, 27 માર્ચ 2026: Private vehicles in BRTS corridor શહેરના બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનો બેરોકટોક ચલાવાતા હોવાથી અકસ્માતોના બનાવો બને છે. ત્યારે શહેરમાં પ્રવત પાટિયાથી કેનાલ રોડ પર સફાઈની કામગીરી નિહાળવા નિકળેલા મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને બીઆરટીએસ કોરીડોરમાં બાઈક સ્કૂટર, કાર સહિત ખાનગી વાહનો જોતા જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો.
સુરત મ્યુનિ. કમિશનર એમ નાગરાજન આજે વિવિધ ઝોનમાં સરપ્રાઈઝ વિઝીટ કરી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નિકળ્યા હતા તે દરમિયાન પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના બીઆરટીએસ કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. હવે પછી જો આવી ભૂલ થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી છે.
શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક દોડતા હોય છે. ત્યારે આજે પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના બીઆરટીએસ કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોતા જ મ્યુનિ. કમિશનર ગુસ્સે ભરાયા હતા. અને આ દ્રશ્ય જોઈ મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને કડક વલણ અપનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવીને તેમને જાહેરમાં જ ટ્રાફિક શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. BRTS કોરિડોર કોઈ સામાન્ય માર્ગ નથી, પરંતુ શહેરના જાહેર પરિવહનના છે. તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ આખી વ્યવસ્થાને ખોરવી નાંખે છે. બસોની અવરજવર અટકવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને આવા બેદરકાર વાહનચાલકોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ખતરો પણ ઊભો થાય છે.
કમિશનરે મ્યુનિ. તંત્રએ તાકીદ કરી છે કે, હવે બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે, કેમેરા સર્વેલન્સ વધારવામાં આવશે અને જરૂર પડે ત્યાં સીધી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.


