1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2724 બોગસ તબીબો પકડાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2724 બોગસ તબીબો પકડાયા

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2724 બોગસ તબીબો પકડાયા

0
Social Share

ગાંધીનગર, 27 માર્ચ 2026: 2724 bogus doctors caught in last three years રાજ્યના નાના શહેરો અને અંતરિયાળ ગામડાંઓમાં ડિગ્રી વિનાના બોગસ ડોકટરો દ્વારા પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે પોલીસની મદદથી છેલ્લા ત્રણ વર્ષમાં 2724 બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા હતા.અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ-2026’ પસાર થયું છે. હવે નાના ક્લિનિકથી માંડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, લેબોરેટરીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનારાને રૂ. 10 હજારથી માંડીને 5 લાખ સુધીનો દંડ ફટકારાશે. આ બિલ પાછળનો હેતુ એ છે કે, લાયકાત વિનાની વ્યક્તિ દર્દીની સારવાર કરી શકે નહીં અને આરોગ્ય સેવાની ગુણવત્તા જળવાઈ રહેશે.

રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્યને જોખમમાં મુકતા હોય છે. ખુદ આરોગ્ય વિભાગે કબૂલ્યું કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ બોગસ ડૉક્ટરો નવસારી જિલ્લામાંથી પકડાયા છે. છેલ્લા ત્રણેક વર્ષમાં આ જિલ્લામાંથી 221 બોગસ ડૉક્ટરો પકડાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ખેડા, નર્મદા સહિત અન્ય જિલ્લામાં નકલી ડિગ્રીધારી ડૉક્ટરો બેફામ રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.

મહત્ત્વની વાત છે કે, વર્ષ 2021માં 839 નકલી ડૉક્ટરો પકડાયા હતા જ્યારે આ સંખ્યા વધીને વર્ષ 2023માં 1010 સુધી પહોંચી હતી. આનો અર્થ એ કે, ગુજરાતમાં હજુ નકલી ડૉક્ટરોની સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત તપાસ કરતા એવું બહાર આવ્યું કે, 169 ડૉક્ટરો પાસે તો નકલી ડિગ્રી હોવાનું પુરવાર થયું હતું. આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, 154 નકલી ડૉક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચાર નકલી ડૉક્ટરો હજુ પકડાયા નથી. જ્યારે ડિગ્રી વિનાના 6 ડૉક્ટરો તો ધરપકડની બીકે દવાખાના બંધ કરીને ફરાર થયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code