1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાંથી 100 કિલો અને રાજકોટમાંથી 150 કિલો ચાંદીનો જથ્થો પકડાયો
અમદાવાદમાંથી 100 કિલો અને રાજકોટમાંથી 150 કિલો ચાંદીનો જથ્થો પકડાયો

અમદાવાદમાંથી 100 કિલો અને રાજકોટમાંથી 150 કિલો ચાંદીનો જથ્થો પકડાયો

0
Social Share

અમદાવાદ, 17 મે 2026250 kg of silver seized સોના-ચાંદી પર ડ્યુટી લગાવાયા બાદ ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે જીએસટી બચાવવા માટે બિલ વિનાના સોના-ચાંદીના વ્યવહારો પણ વધી રહ્યા છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેશનથી લકઝરી બસમાં બેસીને રાજકોટ જઈ રહેલા એક શખસને 100 કિલો ચાંદી સાથે ઝડપી લીધો છે. આ ઉપરાંત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી 150 કિલોથી વધુ ચાંદીનો જથ્થો પકડાયો છે. આ ચાંદીનો જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ મોકલવામાં આવ્યો હતો. ચાંદીનો આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના ગીતા મંદિરથી રાજકોટ જતા એક વ્યક્તિને સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ઝડપી લીધો હતો.  ગીતા મંદિરથી લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા  વ્યક્તિની તલાશી લેતા તેની પાસેથી 100 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનો કોઈ બિલ કે અન્ય કઈ વસ્તુ નથી અથવા તો કોઈએ દાવો કર્યો નથી. હાલ સ્ટેટ GST એ આ જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં ઝડપાયેલા ચાંદીના કેસની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે.

 આ ઘટનાને પગલે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ચાંદી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસમાં હવે GSTએ પણ ઝંપલાવ્યું છે અને વેપારીઓની પુછપરછ શરૂ કરી બિલો તપાસવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તપાસના અંતે મોટી ટેક્સ ચોરીનો આંક પણ સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. સેન્ટ્રલ IB, સેન્ટ્રલ GST, સ્ટેટ GST અને ગુજરાત ATSની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આ આખો મામલો ટેક્સ ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજકોટના કુરિયર સંચાલકની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે કુરિયર મારફત રાજકોટના વેપારીઓ સુધી જોબ વર્ક માટે આ ચાંદીનો જથ્થો પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક પુછપરછમાં સામે આવતા હવે આ તપાસ સ્ટેટ અને સેન્ટ્રલ GST દ્વારા ટેક્સ ચોરી મામલે ઊંડાણ પૂર્વક તપાસ પુછપરછ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code