1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરાદ-ડીસા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ઈજા
થરાદ-ડીસા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ઈજા

થરાદ-ડીસા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ઈજા

0
Social Share

થરાદ, 20 મે, 2026 : One dead in accident between two cars  રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસા-થરાદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. હાઈવે પર  કણાસર પાટીયા નજીક પૂરપાટ ઝડપે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા લાખણી પંથકના બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  થરાદ-ડીસા હાઈવે પરથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે કરણાસર પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું મોત નિપજ્યુ હતું. જ્યારે બે વ્યક્તિને ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવારજનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગમગીનીભર્યો માહોલ સર્જાયો હતો.

થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code