1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊનાની સરકારી શાળામાં વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવાતા શિક્ષકને સસ્પેન્ડ કરાયો
ઊનાની સરકારી શાળામાં વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવાતા શિક્ષકને સસ્પેન્ડ કરાયો

ઊનાની સરકારી શાળામાં વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવાતા શિક્ષકને સસ્પેન્ડ કરાયો

0
Social Share

ઊના, 10 જુલાઈ, 2026 : Teacher suspended after making a student fetch a liquor bottle at a government school  તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના હરેશગીરી ગોસ્વામી નામના શિક્ષકે વિદ્યાર્થી પાસે વિદેશી દારૂની બોટલ મંગાવી હતી. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ઉજાગર થતાં જ બદનામીના ડરે આરોપી શિક્ષક ચાલુ ફરજ પરથી નાસી છૂટ્યો હતો. આ મામલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના કડક આદેશ બાદ શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા આરોપી શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયો છે, આજે ઉના પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે.

 ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવવાના ગંભીર આક્ષેપમાં શિક્ષક હરેશગિરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના કડક આદેશ બાદ શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા આરોપી શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયો છે, આજે ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે.  સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ શરમજનક ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને આદેશ આપ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ અંગે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક (SP) સાથે પણ સીધી વાતચીત કરી તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, ગત 20 જૂન, 2026ના રોજ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ દરમિયાન શિક્ષક હરેશગિરી ગુલાબગીરી ગોસ્વામીએ એક વિદ્યાર્થી મારફતે વિદેશી દારૂની બોટલ મંગાવી હતી. આ સમગ્ર મામલો ઉજાગર થતાં જ બદનામીના ડરે આરોપી શિક્ષક ચાલુ ફરજ પરથી નાસી છૂટ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code