Homeગુજરાતીગુજરાતભાવનગરમાં ફુટપાથ પર ઊભેલા માતા-પૂત્રીને એસટી બસે ટક્કર મારતા મોત

ભાવનગરમાં ફુટપાથ પર ઊભેલા માતા-પૂત્રીને એસટી બસે ટક્કર મારતા મોત

ભાવનગર, 27 ઓગસ્ટ 2026 : Mother and daughter killed after being hit by an ST bus. શહેરના એસટી બસ સ્ટેશન બહાર ફુથપાથ પર ઊભેલા માતા-પૂત્રી સહિત ત્રણ વ્યક્તિઓ પર માતેલા સાંઢની જેમ આવેલી એસટી બસ ફરી વળતા માતા-પુત્રીનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે એસટીબસના ચાલકની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં બસસ્ટેન્ડની બહાર એસટી બસ નીકળતાની સાથે જ વળાંક લેવાની જગ્યાએ સીધી જ સામેની દીવાલ સાથે અથડાઇ હતી. ભાવનગર સિહોર ટાણા રૂટની GJ18Z 5080 નંબરની એસટી બસ બસ સ્ટેન્ડની  બહાર નીકળતાની સાથે જ સીધી સામેની દીવાલમાં ઘુસી ગઇ હતી. જોકે, આ બસની અડફેટમાં ફૂટપાથ પર ઉભેલી ત્રણ મહિલાઓ આવી ગઈ હતી. આ બનાવને પગલે આસપાસના વિસ્તારના લોકો અને એસ.ટી.તંત્રનો સ્ટાફ દોડી આવ્યો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં સિહોર તાલુકાના રામધરી ગામના માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલના હાજર તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક મહિલાની સારવાર ચાલી રહી છે.

 આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ બુધવારે સવારના 10 વાગ્યા આસપાસ 27 વર્ષીય ડ્રાઇવર દિનેશ જાંબુચાએ એસટી બસ (Gj-18-z 5080)ને લઈ ભાવનગર-બાખલકા રૂટ પર નીકળવાનું હતું. બસ નિર્ધારિત સમયે એસટી બસ સ્ટેન્ડમાંથી મુસાફરો ભરીને રવાના થઈ હતી. એસટી બસ  સ્ટેન્ડ બહાર નીકળતા સમયે બ્રેક લાગી ન હતી. આ સમયે દીવાલ પાસે ફૂટપાથ પર બેસેલા ત્રણ લોકોને અડફેટે લઈ ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ભાવનગર જિલ્લાના જ રામધરી સણોસરા ગામના 28 વર્ષીય લલિતાબેન પરમાર અને તેની 7 વર્ષની પુત્રી સોનિયા પરમારનું મોત નિપજ્યું છે. જ્યારે ઠોંડા ગામના મધુબેન લાલજીભાઈ વાઘેલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એક સાથે માતા-પુત્રીના મોતના કારણે હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદ જોવા મળ્યું હતું.

આ ઘટનાને લઇને ડેપો મેનેજર હેમંત પટેલે જણાવ્યું હતું કે, અમને બસમાં કોઇ ખામી મળી નથી. બસ ભાવનગરથી બાખલકાની હતી. દિનેશભાઇ ડ્રાઇવરનું નામ છે અને પોલીસ કાર્યવાહી શરૂ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular