Homeગુજરાતીગુજરાતઆદિવાસીઓની લડત સામે સરકાર ઝૂકી, જમીન ખેડાણ વિવાદમાં સમાધાન

આદિવાસીઓની લડત સામે સરકાર ઝૂકી, જમીન ખેડાણ વિવાદમાં સમાધાન

સુરત, 1 સપ્ટેમ્બર, 2026 :  Settlement in tribal forest land cultivation dispute રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ અને હક-અધિકારો અંગેના વિવાદનો ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે જળ સંપત્તિ પાણી, પુરવઠા મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સુખદ અને શાંતિપૂર્ણ નિરાકરણ આવ્યું હતું.

 રાજ્ય સરકારની આ સકારાત્મક ખાતરી બાદ ધરણા પર બેઠેલા તમામ આંદોલનકારી ખેડૂતોએ મહાનુભાવોના હસ્તે પારણાં કરીને ધરણા પૂર્ણ કર્યા હતા. સમાજના છેવાડાના અને સાચા હકદાર નાગરિકને યોગ્ય ન્યાય મળે તે માટે રાજ્ય સરકારનો હંમેશાં સકારાત્મક દ્રષ્ટિકોણ રહ્યો છે એમ જણાવી વન મંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું કે, ખેડૂતોની આ રજૂઆતો અને સ્થાનિક સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધાં છે. નાયબ મુખ્યમંત્રી તેમજ સાંસદ અને સ્થાનિક ધારાસભ્યો- લોકપ્રતિનિધિઓ સાથે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયી ઉકેલ લાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

 વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આવનારા સમયમાં વન વિભાગ દ્વારા આદિવાસી સમાજના ભાઈ-બહેનોને સ્થાનિક કક્ષાએ વધુને વધુ રોજગારી મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, ‘કુસુમ યોજના’ હેઠળ જરૂરી તમામ પ્રકારની સવલતો અને વ્યવસ્થા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. સમાજના અંતિમ હરોળ પર બેઠેલો માનવી પણ વિકાસની અગ્રિમ હરોળમાં આવે તે માટે સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આપણા આદિવાસી નાગરિકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વનવાસી ભાઈ-બહેનોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે સરકારે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કર્યા છે. વર્ષોથી જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા આદિવાસી નાગરિકોને તેમનો વાસ્તવિક ન્યાય મળે તે માટે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સકારાત્મક અને સંવેદનશીલ રહ્યો છે.

 આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચો, સામાજિક અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular