Homeગુજરાતીગુજરાતસુરતમાં સ્ટ્રીટલાઈટ કૌભાંડમાં અધિકારીઓ સામે તપાસની ACBએ માગી મંજુરી

સુરતમાં સ્ટ્રીટલાઈટ કૌભાંડમાં અધિકારીઓ સામે તપાસની ACBએ માગી મંજુરી

સુરત, 22 સપ્ટેમ્બર, 2026 :  ACB seeks approval to investigate officials in streetlight scam શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં સ્ટ્રીટ લાઈટ્સ મેઈન્ટેનન્સ અને LED લાઈટ્સ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું એમાં 4 જેટલા ટેન્ડરોમાં ઓછા ભાવ ભર્યો હોવા છતાયે ટેન્ડરો ફાઈલ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થતા હતા. આ અંગે ઇજારદારે ACBમાં ભ્રષ્ટ રીતરસમો બાબતે ફરિયાદ નોંધાવી હતી. આથી રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગે સુરત મ્યુનિના 5 અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મામલે તપાસની મંજૂરી માગી છે. ACBના નિયામકે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને મંજૂરી માંગતા પાલિકાના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ કેસની વિગત એવી છે કે,  શહેરના મ્યુનિ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019ના સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સ અને LED સપ્લાય માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા હતા. જેમાં ઇજારદાર ગોપાલ લાંબાએ 4 ટેન્ડરોમાં સૌથી ઓછો ભાવ ભર્યો હોવા છતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટી રીતે આ ટેન્ડરોને દફતરે કરી દીધા હતા. આ અંગે ઇજારદારે ACBમાં ભ્રષ્ટ રીતરસમો બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેની લાંબી તપાસ બાદ, તમામના નિવેદનો નોંધીને ACBની સુરત કચેરીએ વડી કચેરીને વિસ્તૃત અહેવાલ મોકલ્યો હતો. જેના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ તપાસની મંજૂરી માંગવામાં આવી છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ACBએ તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણ, નિવૃત્ત એડિશનલ સિટી ઇજનેર કે.એચ. ખતવાણી, નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર કિરીટ સુવર્ણકાર, ડેપ્યુટી ઇજનેર રોહિત પટેલ અને ડેપ્યુટી ઇજનેર કે.ટી. પટેલ સામે તપાસ કરવાની મંજૂરી માંગી છે. આ 5 અધિકારીઓમાંથી જયેશ ચૌહાણ અને કે.એચ. ખતવાણી નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે કિરીટ સુવર્ણકારે રાજીનામું આપ્યું છે. કે.ટી. પટેલ હાલ હાઇડ્રોલિક વિભાગમાં છે. હવે પાલિકાના નવા કમિશનર રાજકુમાર બેનિવાલ આ કૌભાંડી અધિકારીઓ સામે તપાસ માટે મંજૂરી આપે છે કે કેમ, તેના પર જ તેમનું ભવિષ્ય નિર્ભર છે. આ કૌભાંડમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણની થઈ રહી છે. અગાઉ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના 1 ટેન્ડર વિવાદમાં પણ તેમણે તત્કાલિન કમિશનર શાલિની અગ્રવાલના દબાણમાં આવીને નિર્દોષ કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ વિરુદ્ધ પાયાવિહોણો રિપોર્ટ તૈયાર કરી તેમને સસ્પેન્ડ કરાવ્યા હોવાનો આક્ષેપ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular