Homeગુજરાતીગુજરાતસ્વનિર્ભર શાળાના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડશે

સ્વનિર્ભર શાળાના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડશે

અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026 :  Independent school administrators will confront the government to resolve pending issues  રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલકોના અનેક પ્રશ્નો સામે સરકારી તંત્ર નિષ્ક્રિય છે. જેમાં ફી નિર્ધારણ કમિટી દ્વારા મંજૂર થયેલી ફીમાં દર વર્ષે 10 ટકા કે તેથી ઓછો વધારો કરતો હોય,  તેવી શાળાઓને પ્રોપોઝલ કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવી જોઈએ. તેમજ શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ સરકારે ન કરવો જોઈએ. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અપાતા પ્રવેશમાં એફઆરસીએ નક્કી કરેલી ફી ચુકવવી જોઈએ. આ અંગે સરકારમાં અગાઉ રજુઆતો કરવા છતાંયે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહામંડળ દ્વારા જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપીને રજુઆતો કરી છે. હવે જો 4 મુખ્ય માંગણીઓનું સત્વરે સ્થાયી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો ગુજરાત રાજ્યની સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના મહામંડળ દ્વારા ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન અને શૈક્ષણિક કાર્ય અચોક્કસ મુદ્દત માટે બંધ કરવા સહિત લડત આપવામાં આવશે.

ગુજરાત રાજ્યની સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના મહામંડળના પ્રમુખ પી.કે.મોરડિયાએ જણાવ્યું કે, ખાનગી શાળા સંચાલકોની માંગ નહીં સ્વીકારમાં આવે તો ગાંધીનગરમાં ધરણાં અને 17000થી વધુ સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાન આપશે. આ અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. રાજ્યની ખાનગી સ્કૂલોમાં 50 લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને 7 લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ખાનગી સ્કૂલોનો ફાળો 60 ટકાથી પણ વધુ છે.

સ્વનિભર શાળા સંચાલકોની માગણી એવી છે કે, દર 3 વર્ષે થતી FRC પ્રોસેસમાં જે શાળાઓ મંજૂર થયેલી ફીમાં દર વર્ષે 10 ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને પ્રોપોઝલ કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની 90 ટકા શાળાઓ FRCની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત થશે અને કચેરીનું ભારણ ઘટશે.

આ ઉપરાંત હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ, સરકાર દ્વારા જે-તે શાળાની FRC મંજૂર થયેલી ફી અથવા સરકારી શાળાના વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ બંનેમાંથી યોગ્ય રકમ ચૂકવવામાં આવે. વર્ષ 2017ના અમલીકરણ મુજબ મળતા રૂ.10,000ને બદલે હાઈકોર્ટના ચુકાદા મુજબ ચૂકવણું કરવાની અપીલ કરાઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 2026′ માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ રખાઈ છે સંચાલકો મુજબ, તેઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતા ન હોવાથી કર્મચારીઓની ભરતી કે મુક્તિની સંપૂર્ણ સત્તા શાળાઓ પાસે જ હોવી જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular