Homeગુજરાતીગુજરાતભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી, 497 ભયગ્રસ્ત મકાનનોને નોટિસ

ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી, 497 ભયગ્રસ્ત મકાનનોને નોટિસ

ભાવનગર, 7 ઓક્ટોબર, 2026 :  Dilapidated building collapses શહેરના પાનવાડીથી ચાવડી ગેટ જવાના રોડ પર સોમવારે એક જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડતા ત્રણ લોકો ઘવાયા હતા. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા 497 જેટલા જર્જરિત મકાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં તે પૈકીની 104 જેટલી મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. 96 જેટલી મિલકતો ભયગ્રસ્ત છે તેના મિલકત ધારકો દ્વારા ખાલી કરી આપવામાં આવી છે.

 ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પાનવાડી વિસ્તારમાં 5 ઓક્ટોબર 2026ના રોજ બે માળનું જર્જરિત મકાન રિનોવેશનની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયું હતું. પાનવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને શહેરની જર્જરિત બિલ્ડિંગને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.

મ્યુનિના એસ્ટેટ વિભાગના અધિકારી ધવલ પટેલે જણાવ્યું હતું કે, શહેરના પાનવાડીથી ચાવડીગેટ જવાના માર્ગ ઉપર એક મકાન ધરાશાયી થયું હતું. મ્યુનિના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મકાનનું  રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યારે મકાન ધરાશાયી થયું હતું જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા થઇ હતી.

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, “મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂલ 497 જેટલા જર્જિત મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે, તે પૈકીની 104 જેટલી મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. 96 જેટલી મિલકતો ભયગ્રસ્ત છે તેના મિલકત ધારકો દ્વારા ખાલી કરી આપવામાં આવી છે.” 170 જેટલી મિલકતો સમયસર ખાલી નહીં થઇ હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા ગટર, પાણી કનેક્શન કાપી નાખવા હુકમ કરવામાં આવ્યો છે. 70 જેટલા મિલકત ધારકો દ્વારા રીનોવેશન કરવામાં આવ્યું છે જ્યારે 17 જેટલી મિલકતો જર્જરિત હોવાને કારણે R&B વિભાગને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular