Homeગુજરાતીગુજરાતસુરતના બિટકોઈન કૌભાંડમાં આરોપી દિવ્યેશ દરજીને 14મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ

સુરતના બિટકોઈન કૌભાંડમાં આરોપી દિવ્યેશ દરજીને 14મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ

સુરત, 11 ઓક્ટોબર, 2026 : Bitcoin scam accused Divyesh Darji remanded શહેરમાં કરોડો રૂપિયાના બિટકોઈનના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરીને 14મી ઓક્ટેબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે.

શહેરમાં એક સમયે ટ્યુશન ક્લાસ ચલાવતા આરોપી દિવ્યેશ દરજીએ ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી અબજો રૂપિયા પડાવી લીધાની ફરિયાદો ઊઠી હતી. 2024માં કેટલાક બિટકોઇન ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા અને તેમાંથી આવેલી રકમ આરોપીએ પોતાના પરિવારના સભ્યોમાં વહેંચી દીધી હતી. હાલ આ મામલે 6,994 બિટકોઇન સંબંધિત આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાં સગેવગે કરાયા હોવાનો આરોપી સામે આક્ષેપ છે. ઈડીએ આરોપી દિવ્યેશ દરજીને કોર્ટમાં રજુ કરીને 14મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપી દિવ્યેશ દરજીના રિમાન્ડ મેળવવા સરકારા પક્ષ અને ED દ્વારા ઈડી કોર્ટમાં  આરોપીએ અંદાજે ₹690 કરોડના જંગી કૌભાંડ અને 6,994 બિટકોઇનની હેરાફેરીની રજૂઆત કરી હતી. ED દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેની સામે સ્પેશિયલ ED કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીના બુધવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટ કાર્યવાહી દરમિયાન EDએ રજૂઆત કરી હતી કે વર્ષ 2019માં આરોપી સામે ECIR નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજી પુરાવા પરથી નવી ચોંકાવનારી હકીકત સામે આવી છે કે વર્ષ 2024માં કેટલાક બિટકોઇન ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા અને તેમાંથી આવેલી રકમ આરોપીએ પોતાના પરિવારના સભ્યોમાં વહેંચી દીધી હતી. હાલ આ મામલે 6,994 બિટકોઇન સંબંધિત આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાં સગેવગે કરાયા હોવાની આશંકાએ એજન્સીએ આકરી પૂછપરછ માટે કસ્ટડી માગી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular