રાજકોટ, 13 ઓક્ટોબર, 2026 : Property tax of Rs 100 crore pending on government properties શહેરમાં નાના પ્રોપર્ટીધારકો પાસે સિલિંગ સુધીની કાર્યવાહી કરીને આરએમસી દ્વારા ટેક્સની વસુલાત કરવામાં આવતી હોય છે. હાલ પ્રોપર્ટી ટેક્સની વલુલાત માટે વ્યાજમાફીની યોજના અમલમાં મુકીને પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટેનો ટાર્ગેટ પુરો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ શહેરમાં સરકારી ઈમારતોનો રૂપિયા 100 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કલેકટર કેચરી, રેલવે સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. નોટિસ આપીને મ્યુનિનો ટેક્સ વિભાગ સંતોષ માની રહ્યો છે. આ અંગે ટેક્સ વિભાગના મેનેજરનાં કહેવા મુજબ આ મિલકતોમાં પ્રજાના કામો થતા હોય છે અને લોકોની અવરજવર રહેતી હોય છે. જેને લઈને તેને સીલ કરવાનું શક્ય નથી. પરંતુ વેરો વસૂલવા માટે મ્યુ. કમિશનર અને ડે. કમિશનર સહિતનાં અધિકારીઓ દ્વારા પત્રવ્યવહાર સહિત જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 10 મુખ્ય કચેરીઓ અને સંસ્થાઓ પાસેથી રૂ.100,67,78,246નો વેરો વસુલવાનો બાકી છે. જેમાં રૂ. 80,72,33,086નો મિલકતવેરો અને રૂ. 19,95,45,160નો પાણીવેરાનો સમાવેશ થાય છે. આ કચેરીઓને હવે સમ્પ કનેક્શનના યુનિટ દીઠ 5,000 વ્યાજ માફી મળી શકે છે. વાસ્તવમાં આ સરકારી કચેરીઓ પાસેથી અંદાજે 48 કરોડ જેટલું વ્યાજ લેવાનું થાય છે. જોકે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ગણતરીના મહિના બાકી છે તેમજ વ્યાજમાફી યોજના અમલમાં છે. છતાં સરકારી મિલકતોનો બાકીવેરો વસુલ કરવામાં હજુપણ મનપાને ખાસ કોઈ સફળતા મળી નથી.
સરકારી મિલકતોનાં બાકીવેરાની વિગતવાર માહિતી
ક્રમ મિલકતનું નામ બાકીવેરો
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના વેરા વિભાગના કહેવા મુજબ જે સરકારી મિલકતોનો વેરો બાકી છે. એમાં સૌરાષ્ટ્ર યુનિ. 34,27,05,725 રૂપિયા, સમરસ હોસ્ટેલ 17,95,50,426 રૂપિયા, સિટી પોલીસ 13,88,45,806, કલેક્ટર કચેરીનો રૂપિયા 11,70,33,412, રેલવે 10,87,85,177, પીડબલ્યુડી 6,68,87,907, સેન્ટ્રલ જેલ 2,33,88,267, ગુજરાત એસ.ટી. 1,28,18,209 9) કેવીએસ 1,06,70,743 અને કોર્ટનો 60,92,574 વેરો બાકી છે. આમ કૂલ રૂપિયા 1,00,67,78,246નો ટેકસ બાકી છે.


