Homeગુજરાતીગુજરાતએકતાનગર આજથી રોશનીથી ઝળહળી ઉઠશે, 3 મહિના પ્રકાશ પર્વ ઊજવાશે

એકતાનગર આજથી રોશનીથી ઝળહળી ઉઠશે, 3 મહિના પ્રકાશ પર્વ ઊજવાશે

એકતાનગર,17 ઓક્ટોબર, 2026 : Ektanagar will shine with lights from today નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા અને વૈશ્વિક પ્રવાસન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આજે તા. 17મી ઓક્ટોબરને શનિવારથી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. સરદાર સાહેબની 151મી જન્મ જયંતિ નિમિત્તે 17 ઓક્ટોબર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 દરમિયાન “એકતા પ્રકાશ પર્વ”નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રોશનીનું ઉદ્ઘાટન કરાશે. રંગબેરંગી રોશનીથી 3 મહિના સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 7.6 કિલોમીટરનો વિસ્તાર ઝળહળી ઉઠશે, જે પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમનું આકર્ષણ બનશે.

નર્મદાના એકતા નગર ખાતે સરદાર સાહેબની 151મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે 17મી ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી 2027 દરમિયાન એકતા પ્રકાશ પર્વનું આયોજન કરાયુ છે. આજે શનિવારે મુખ્યમંત્રીના હસ્તે પ્રકાશ પર્વનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રણ મહિના સુધી રોશનીનો મહોત્સવ યોજાશે. એકતા પ્રકાશ પર્વમાં આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરાશે. જેમાં રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે.

 એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન અને આઉટડોર વિભાગમાં 11 મુખ્ય સેક્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં દીપ સુરંગ અને રંગબેરંગી પ્રકાશિત પુષ્પો પ્રવાસીઓને અનોખી અનુભૂતિ કરાવશે. જેમાં બાળકો માટે પશુઓ, મશરૂમ અને જળચર દુનિયા આધારિત આકર્ષક લાઈટિંગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો વિસ્તાર રોશનીથી ઝળહળી ઊઠશે. તેમજ સરદાર સરોવર ડેમ ખાતે ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે. ગત વર્ષે મળેલા અદ્ભુત પ્રતિસાદ બાદ આ વર્ષે ત્રણ મહિના માટે આયોજન પ્રકાશ, કલા અને ભારતીય સંસ્કૃતિનો સંગમ પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular