મહેસાણા, 24 ઓક્ટોબર, 2026 : A massive fire broke out in the APMC godown શહેરમાં એપીએમસી પરિસરમાં આવેલા પરિસરમાં આવેલા ગોદામમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયરના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લીધે ગોદામ બહાર પાર્ક કરેલી એક ટ્રક પણ બળીને ખાક થઈ ગઈ હતી.
મહેસાણામાં એપીએમસીના પરિસરમાં આવેલા ભાનુશાલી નરેશભાઈ નામના વેપારીના ગોદામમાં મોડી રાતે આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગના બનાવની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ બે ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહમત બાદ આશરે બે કલાકની કામગીરી પછી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ આગની દુર્ઘટનામાં ગોડાઉનમાં મુકેલા ફ્રૂટના ખાલી બોક્સ, ભંગાર તેમજ બહાર ઊભેલી ટ્રક બળીને ખાક થઈ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


