Homeગુજરાતીગુજરાતએકતાનગર ખાતે નર્મદા નદીમાં પ્રવાસીઓ હવે ક્રૂઝમાં પ્રવાસની મજા માણી શકશે

એકતાનગર ખાતે નર્મદા નદીમાં પ્રવાસીઓ હવે ક્રૂઝમાં પ્રવાસની મજા માણી શકશે

રાજપીપળા, 24 ઓક્ટોબર, 2026 : Tourist cruise service in Narmada river નર્મદા જિલ્લામાં આવેલા અને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે જાણીતા એવા એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદી પર રિવર ટુરિઝમને વધુ આકર્ષક બનાવવા રૂ. 16 કરોડના ખર્ચે નવી અને આધુનિક ‘એકતા ક્રૂઝ’ તૈયાર કરવામાં આવી છે. આ નવી ક્રુઝની સેવાથી એકતાનગરમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે અને પ્રવાસીઓને એક નવો જ રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવે છે. એકતાનગરની આસપાસના વિસ્તારોનો પ્રવાસીઓની સુવિધા માટે સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓ નર્મદા નદીમાં ક્રુઝની સવારીની મોજ માણી શકે તે માટે નવી અત્યાધૂનિક ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝમાં પ્રવાસીઓની સગવડ અને મનોરંજન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ક્રૂઝમાં પ્રવાસીઓ આરામથી સફરની મજા માણી શકે તેવી સુવિધા છે. પ્રવાસીઓ માટે ભોજન અને અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  ક્રૂઝમાં વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને સમારોહો યોજી શકાશે.

પ્રવાસીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ક્રૂઝમાં ખાસ સુરક્ષા ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે. અકસ્માત કે આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓથી રક્ષણ મેળવવા માટે અત્યાધુનિક અગ્નિશામક અને સલામતી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્રૂઝની સેવાથી નર્મદા નદી આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓ વધુ વિસ્તરશે. અને પ્રવાસીઓ એકતાનગરમાં વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular