Homeગુજરાતીગુજરાતરાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત ખરીફ પાકની ઘૂમ આવક

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત ખરીફ પાકની ઘૂમ આવક

રાજકોટ, 5 નવેમ્બર, 2026 : Kharif crop arrivals surge at Bedi Marketing Yard સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતો પણ દિવાળી પહેલા પાક વેચીને ઉપજના મળેલા રૂપિયાથી દિવાળીના તહેવારોની ઊજવણી કરશે. યાર્ડ દ્વારા દિવાળી તહેવારોની રજાઓ જાહેર કરવામાં આવી છે જેમાં આગામી તા. 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. શાકભાજી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. જ્યારે બટેટા વિભાગમાં 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. તેમજ ડુંગળી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે.

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારોની રજાઓ પહેલા  ખરીફ પાકોની પુષ્કળ આવક જોવા મળી રહી છે. દિવાળીની રજાઓ નજીક હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસીઓ લઈને યાર્ડ પર પહોંચી રહ્યા છે. જોકે, આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેતીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઓછો વરસાદ, ખાતર અને દવાના ઉંચા ભાવ સામે મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું થતા ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

ખેડૂતોના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ઓછો થવાને કારણે મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે. વીઘા દીઠ ઉત્પાદન માત્ર 7થી 8 મણ જેટલું જ છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણું ઓછું છે. વળી, દવા, બિયારણ, ખાતર અને મજૂરીના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે. એક વીઘા દીઠ અંદાજે રૂ. 3000થી 4000 સુધીનો મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચો વધી ગયો છે, પરંતુ સામે પાકના ભાવમાં ગત વર્ષની તુલનાએ ખાસ કોઈપણ વધારો નથી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મુખ્ય બેડી માર્કેટિંગ યાર્ડમાં 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. શાકભાજી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. તો બટેટા વિભાગમાં 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે. તેમજ ડુંગળી વિભાગમાં 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી હરાજી બંધ રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular