Homeગુજરાતીગુજરાતચોટિલા, પાવાગઢ સહિત ડૂંગરો પર ડિસેમ્બરમાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

ચોટિલા, પાવાગઢ સહિત ડૂંગરો પર ડિસેમ્બરમાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

ગાંધીનગર, 8 નવેમ્બર, 2026 : Climbing and descending competitions will be held in December કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની  કચેરી દ્વારા આગામી ડિસેમ્બર- ૨૦૨૬માં ‘ગુજરાત આરોહણ – અવરોહણ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જોડાવા ઇચ્છુક  રાજ્યના ૧૪થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ પાસેથી તા.૨૦ નવેમ્બર,૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

એક દિવસીય આ સ્પર્ધા અંતર્ગત ૧૪થી ૧૮ વર્ષના જુનિયર વિભાગના ભાઈઓ અને બહેનો માટે રાજકોટના ધોરાજી ખાતે આવેલ ઓસમ પર્વત, સુરેન્દ્રનગર ખાતે ચોટીલા પર્વત અને સાબરકાંઠાના ઈડર ખાતે ઈડરિયો પર્વત પર આયોજન કરાયું છે. જ્યારે ૧૯થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના સ્પર્ધકો માટે પંચમહાલ ખાતે પાવાગઢ પર્વત અને વલસાડ ખાતે પારનેરા ડુંગર પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો સંબંધિત જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી શકશે. આ ફોર્મ યોગ્ય આધાર-પુરાવા સાથે ભરીને રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ ,વલસાડના જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે ૨૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે, તેમ કમિશનર, યુવક સેવા  અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં યાદીમાં જણાવાયું છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે નિયત સ્થળ ખાતે સ્વ-ખર્ચે આવવા- જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન નિવાસ, ભોજન તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક – યુવતિઓને સંબંધિત કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.  વધુ વિગતો માટે સંબંધિત જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ/સુરેન્દ્રનગર/ સાબરકાંઠા/ પંચમહાલ/ વલસાડનો સંપર્ક કરવો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular