Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સાયન્સસિટી રોડ પર ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ, 3 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદના સાયન્સસિટી રોડ પર ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ, 3 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદ, 9 નવેમ્બર,2026 : Brawl over bursting of crackers on Science City Road, 3 rounds fired શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીની બહાર ફટાકડા ફોડવાની ના પાડતા યુવાનોએ અન્ય લોકોને બહારથી બોલાવીને 25 લોકોના ટોળાંએ હાથમાં લાકડીઓ અને ધોકાવડે સ્કાયવ્યુ સોસાયટીના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો. સોસાયટીમાં ઘૂંસીને ટોળાંએ તોડફોડ શરૂ કરતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાન સ્વબચાવમાં સોસાયટીના એક સભ્યએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે 15 સામે ગુનો નોંધી મિત રબારી, રગનેશ રબારી, અમિત રબારી અને દક્ષ રબારીની ધરપકડ કરી છે. આ કેસમાં 3 સગીરની પણ અટકાયત કરાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાયન્સસિટી રોડ પર એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીની બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવાનો ફટાકડા ફોડતા હતા. જે ફટાકડા ઉડીને સ્કાયવ્યુ સોસાયટીમાં આવતા સોસાયટીના સભ્ય જીગરભાઈએ ફટાકડા ફોડવાની ન પાડી હતી, છતાં યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. આથી માથાકૂટ થતાં ફટાકડા ફોડી રહેલા યુવાનોએ ઉશ્કેરીઈને ઝઘડો કરી બહારની અન્ય લોકોને બોલાવતા 20થી 25 લોકોના ટોળાએ લાકડી-ધોકા સાથે આવી સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો. જાહેરમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ સભ્ય ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના સભ્યો પૈકી એક વ્યક્તિએ હુમલા દરમિયાન સ્વબચાવમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે 15 સામે ગુનો નોંધી મિત રબારી, રગનેશ રબારી, અમિત રબારી અને દક્ષ રબારીની ધરપકડ કરી છે. આ કેસમાં 3 સગીરની પણ અટકાયત કરાઈ છે. આરોપીઓ ઘાટલોડિયા હીરાબાગ સોસાયટીના રહેવાસી છે.

બોડકદેવ પોલીસે પકડાયેલા ચાર આરોપી સાથે સ્કાયવ્યુ ફ્લેટની નીચે પહોંચી હતી. ફ્લેટના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તમામે આરોપીઓને જોઈને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આરોપીઓએ રાત્રે જે જગ્યાએ ધોકા અને હથિયાર વડે તોડફોડ કરી તે જગ્યાએ આરોપીઓને ખુલ્લા પગે લાવીને રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img