Homeગુજરાતીગુજરાતવડોદરામાં કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત, પૂત્રને ગંભીર ઈજા

વડોદરામાં કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત, પૂત્રને ગંભીર ઈજા

વડોદરા, 9 નવેમ્બર,2026 : Woman dies, son seriously injured after car driver hits Activa શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે વહેલી સવારે નશાની હાલતમાં કારચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતાં એક્ટિવાસવાર માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે કારચાલક સહિત બે યુવાનોની અટક કરી છે, કારચાલક અને કારમાં સવાર અન્ય યુવક નશાની હાલતમાં હતા, પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલા એક્ટિવાસવાર માતા-પુત્ર વહેલી સવારે ખંડેરાવ માર્કેટમાં ફૂલ ખરીદવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના અકોટા વિસ્તારમાં રહેતાં મંજુબેન માળી અને તેમના પુત્ર સુનિલભાઈ માળી વહેલી સવારે આશરે 5:15 વાગ્યે એક્ટિવા પર ખંડેરાવ માર્કેટ ખાતે ફૂલ લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે માતા-પુત્ર બંને એક્ટિવા પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. એક્ટિવા ચલાવી રહેલા સુનિલભાઈ આશરે 6 ફૂટ દૂર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા મંજુબેનને પણ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. બનાવની જાણ થતાં રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતક મંજુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે અકસ્માત સર્જનાર કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી હતી. અકસ્માતમાં માતા ગુમાવનાર પુત્ર સુરેશભાઈ માળીનું એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૈયાફાટ આક્રંદ જોઈને ઉપસ્થિત લોકો પણ ગમગીન બની ગયા હતા.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img