Homeગુજરાતીગુજરાતવાવના બાલુન્દ્રીમાં તંત્રની રાહ જોયા વિના ખેડૂતોએ શ્રમદાનથી સ્વખર્ચે કેનાલ રિપેર કરી

વાવના બાલુન્દ્રીમાં તંત્રની રાહ જોયા વિના ખેડૂતોએ શ્રમદાનથી સ્વખર્ચે કેનાલ રિપેર કરી

થરાદ, 13 નવેમ્બર, 2026 : Farmers repair canal with Shramdan  વાવ તાલુકાના બાલુન્દ્રી ગામની સીમમાં પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ જર્જરિત બનતા ખેડૂતોએ કેનાલ મરામત માટે અનેક રજુઆતો કરી હતી. છતાં કેનાલને મરામત ન કરાતા 40 જેટલા ખેડૂતોએ અપના હાથ જગન્નાથ ગણીને શ્રમદાન આપીને માઈનોર કેનાલને મરામત કરી દીધી છે. ખેડૂતોએ સ્વખર્ચે સિમેન્ટ, રેતી અને કાંકરીની વ્યવસ્થા કરીને કેનાલમાં પ્લાસ્ટર કરવાની કામગીરી કરી હતી. ખેડૂતોના આ શ્રમદાન અને જાતમહેનતની કામગીરીનો વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ મરામતના કામો નિયત સમયમાં થતાં ન હોવાની ફરિયાદો ઊઠી છે. રવિ સિઝનમાં ખેડૂતોને ખેતી અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર ચિંતા સતાવી રહી છે. ખેડૂતોને રવિ સિઝનમાં કેનાલ મારફતે સમયસર સિંચાઈનું પાણી મળવાની આશા હતી, પરંતુ તંત્ર દ્વારા જાળવણી અને સમારકામમાં વિલંબ કરવામાં આવ્યો હતો. તેથી સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કેનાલમાં ટકી રહે અને છેવાડાના ખેતરો સુધી સરળતાથી પહોંચી શકે તે હેતુથી ખેડૂતોએ જાતે જ સમારકામ કરવાનો નિર્ણય લીધો હતો. વાવ તાલુકાના બાલુન્દ્રી ગામની સીમમાં પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ જર્જરિત બનતા ખેડૂતોએ સ્વખર્ચે જાતે શ્રમદાન કરીને માઈનોર કેનાલ રિપેર કરી હતી.

ખેડૂતોના કહેવા મુજબ કેનાલની તકનીકી ખામીઓ અને યોગ્ય જાળવણીના અભાવે દર વર્ષે સિંચાઈ માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી અને જવાબદાર અધિકારીઓની બેદરકારી અંગે આક્ષેપો કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે દર વખતે તેમને પોતાના ખર્ચે સમારકામ કરવું પડે છે, ત્યારે બાલુન્દ્રી સહિત સરહદી વિસ્તારના ખેડૂતોની દસ વર્ષ જૂની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img