Homeગુજરાતીગુજરાતપાટણ-ડીસા હાઈવે પર આઈસર ટ્રકની અડફેટે બે પદયાત્રીના મોત, 4ને ઈજા

પાટણ-ડીસા હાઈવે પર આઈસર ટ્રકની અડફેટે બે પદયાત્રીના મોત, 4ને ઈજા

પાટણ, 13 નવેમ્બર, 2026 :  Two pedestrians killed, 4 injured after being hit by icer truck  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટણ-ડીસા હાઈવે પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. ગઈ. તા. 11 નવેમ્બરની રાત્રે સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર આઈસર ટ્રકે રામાપીરના દર્શન માટે જતા પદયાત્રિકોને અડફેટે લેતા બે પદયાત્રીના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર પદયાત્રીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભાઈબીજની રાત્રે આશરે 9 વાગ્યે કેટલાક યુવાનો વાગડોદ નજીક આવેલા રામાપીરના કેમ્પ ખાતે દર્શન કરવા પગપાળા જતા હતા. આ યુવકો ગામની ભાગોળમાંથી નીકળીને માત્ર 100 મીટર જેટલા અંતરે પાટણ-ડીસા હાઈવે પર જંગરાલ ગામની સીમમાં આવેલા વિસત માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે ડીસા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી GJ 02 AT 7820 નંબરની બટાકા ભરેલી આઈશર ટ્રકના ચાલકે પગપાળા જતા આ યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની પલ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે ફરાર આઈશરચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર મામલે વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રતાપસિંહ મદારસિંહ બોડાણા દ્વારા ફરાર ચાલકની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img