Homeગુજરાતીગુજરાતપાલિતાણના શેત્રુંજ્ય ડુંગર પર યાત્રિકોને સિંહથી બચાવવા વન વિભાગે 15 ટ્રેકરો નિયુક્ત...

પાલિતાણના શેત્રુંજ્ય ડુંગર પર યાત્રિકોને સિંહથી બચાવવા વન વિભાગે 15 ટ્રેકરો નિયુક્ત કર્યા

પાલિતાણા, 22 નવેમ્બર,2026 : 15 trekkers to protect pilgrims from lions at Shetrunjya Dungar જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણાના શૈત્રુંજ્ય પર્વત પર યાત્રિકોને ઘણીવાર સિંહનો ભેટો થઈ જતો હોય છે. શેત્રુંજ્ય પર્વતના જંગલમાં સિંહના વસવાટથી યાત્રિકોની સલામતી માટેનો પ્રશ્ન ઊભો થયો હતો. યાત્રિકોની સુરક્ષા માટે કલ્યાણજી-આણંદજીની પેઢી દ્વારા પણ સરકારને રજુઆત કરવામાં આવી હતી. આથી ભાવનગર વન વિભાગ દ્વારા શેત્રુજ્ય પર્વત પર યાત્રિકો-પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા 15 ટ્રેકર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે.

જૈન તીર્થધામ પાલિતાણામાં દર વર્ષે દેશ અને વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉપરાંત પ્રવાસીઓ આવે છે. જેમાં પૌરાણિક જૈન તિર્થધામોમાં દર્શન કરવા યાત્રિકો પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જતા હોય છે. શેત્રુંજય પર્વત અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ અટકાવવા ભાવનગર વન વિભાગે ખાસ પગલાં લીધા છે. જેમાં ભાવનગર વન વિભાગના પાલિતાણા રાઉન્ડ ક્ષેત્રમાં યાત્રિકો-પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા 15 ટ્રેકર્સ તૈનાત કરાયા છે.

પાલિતાણા શેત્રુંજય ડુંગર વિસ્તારમાં તૈનાત કરાયેલા 15 ટ્રેકર્સને ગત ઓક્ટોબર મહિનામાં ફિલ્ડ એક્સપોઝર બાદ હાલ સાસણગીરમાં ખાસ તાલીમ અપાઈ રહી છે. સાસણગીરમાં 15 ટ્રેકર્સને ટેકનિકલ નોલેજ અને કૌશલ્ય મળે તે હેતુથી તાલીમ આપીને માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓમાં સારી કામગીરી કરી શકે તે માટે વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે.

તાલીમ પૂર્ણ થયા બાદ ટ્રેકર્સને પાલિતાણા રાઉન્ડ વિસ્તાર તેમજ તેના હેઠળ આવતા આદપુર, જીવાપુર અને તળેટી બીટ વિસ્તારમાં તૈનાત કરાયા બાદ આ વિસ્તારમાં સતત સિંહોની થતી હલચલ પર સતત બાજ નજર રાખવામાં આવશે.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં કોઈ બનાવ કે પરિસ્થિતિ ઊભી થાય તો ઇમરજન્સી 108ની જેમ મિનિટોમાં તાત્કાલિક મદદ માટે ટ્રેકરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી શકશે, આખો ડુંગરાળ વિસ્તાર હોવાથી વન કર્મચારીઓ દ્વારા સિંહો પર સતત નજર રાખવા વધુમાં વધુ પગપાળા (ફૂટ) પેટ્રોલિંગ વધારવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img