પાલનપુર, 24 નવેમ્બર, 2026 : Banaskantha District Central Cooperative Bank Delegate Election બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (બનાસ બેંક)ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણી અધિકારી દ્વારા 23 નવેમ્બરના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. અને મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (બનાસ બેંક)ની ચૂંટણીના કાર્યક્રમ મુજબ સભાસદ ડેલિગેટની પસંદગી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે અને પરિણામો જાહેર કરાશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંટણીને લગતી તૈયારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનોની દોડધામ શરૂ થઈ છે. બનાસ બેંકના વહીવટી માળખાની દૃષ્ટિએ ડેલિગેટની આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ચૂંટણીમાં વિજેતા બનનારા ડેલિગેટને બેંકની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવા ઉપરાંત મતદાન કરવાનો અધિકાર મળશે. આથી ડેલિગેટની ચૂંટણીમાં સ્થાન મેળવવા માટે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને જૂથો સક્રિય બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં બનાસ બેંકનું સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન હોવાથી આ ચૂંટણી પર સભાસદો અને સહકારી આગેવાનોની નજર મંડાઈ છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આગામી 5 ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં ડેલિગેટની પસંદગી થતાં બેંકની વાર્ષિક સાધારણ સભામાં સભાસદોનું પ્રતિનિધિત્વ નક્કી થશે.








