Homeગુજરાતીગુજરાતઅડાલજમાં બ્રહ્મ સમાજના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 101 કરોડના ખર્ચે બનશે બ્રહ્મભવન

અડાલજમાં બ્રહ્મ સમાજના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 101 કરોડના ખર્ચે બનશે બ્રહ્મભવન

ગાંધીનગર, 27 નવેમ્બર, 2026 :  Brahm Bhavan to be built at a cost of Rs 101 crore અડાલજ ખાતે બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 101 કરોડના ખર્ચે એક અત્યાધુનિક બ્રહ્મભવનનું નિર્માણ કરાશે. બહ્મભવનનું ભવ્ય સંકુલ 5,000 ચોરસ વાર જમીન પર આકાર પામશે. અને 12 માળના બિલ્ડિગનું નિર્માણ કરાશે. બ્રહ્મભવન બ્રામણ સમાજની ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી અને ઉપયોગી કેન્દ્ર બની રહેશે.

અડાલજમાં નિર્માણ પામનારા બ્રહ્મ સમાજના બ્રહ્મ ભવન માટે અડાલજના મૂળ જમીન માલિક ચીમનભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે. પરિવારે અડાલજમાં અંદાજે ₹ 37 કરોડ 51 લાખથી વધુની કિંમતની મોકાની જમીન ઉપરાંત રોકડ રૂપિયા 1 કરોડનું દાન બ્રહ્મભવનના નિર્માણ અર્થે અર્પણ કર્યું છે. તાજેતરમાં મૂળ માલિક પાસેથી ભૂમિ ગ્રહણ કરવાનો એક અત્યંત સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચીમનભાઈ અગ્રવાલ પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલા અડાલજમાં બ્રહ્મભવનના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂદેવ દીકરા અને દીકરીઓના શૈક્ષણિક ઉત્કર્ષનો છે. આ ભવનમાં બહારગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે અલાયદા કુમાર અને કન્યા છાત્રાલયની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત, યુવાનો ઉચ્ચ શિક્ષણ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે વિશેષ આયોજન તેમજ સમાજને ઉપયોગી અન્ય આવશ્યક સુવિધાઓ પણ અહીં વિકસાવવામાં આવશે.

જાણીતા જમીનદાર ચિમનભાઈ અગ્રવાલે આ બ્રહ્મભવન માટે અડાલજમાં આશરે પચાસ કરોડ રુપિયાની NA થયેલી પાંચ હજાર ચોરસ વાર જગ્યા બ્રહ્મભવન માટે દાનમાં આપી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાંથી અલગ-અલગ ક્ષેત્રના 100 બ્રહ્મ આગેવાનોની ઉપસ્થિતિમાં બ્રહ્મભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડો.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ જમીન ઉપર અત્યંત આધુનિક બ્રહ્મભવન બનાવીશું. ભૂમિગ્રહણ સમારંભમાં વધુ અઢી કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થતાં હવે અત્યાર સુધી જાહેર થયેલા દાનની રકમ સાડા બાર કરોડને પાર કરી ગઈ હતી. તેમજ આ ભવન માટે 1 કરોડ, 50 લાખ અને 25 લાખ એમ 3 કેટેગરીમાં જ દાન ગ્રહણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ રીતે જ પચાસ કરોડનું દાન પ્રાપ્ત કરવા બ્રહ્મ આગેવાનો કટીબદ્ધ છે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 અડાલજ ખાતે આયોજિત આ ભૂમિ ગ્રહણ અને સન્માન કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેન્દ્ર શુક્લા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય અમિત ઠાકર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત પંડ્યા, કોંગ્રેસ અગ્રણી જગત શુક્લા, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા તેમજ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ સહિતના મહાનુભાવોએ હાજરી આપી સમાજના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img