Homeગુજરાતીગુજરાતગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027નું બજેટ 23 ટકા વધીને રૂપિયા 477 કરોડ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027નું બજેટ 23 ટકા વધીને રૂપિયા 477 કરોડ થશે

ગાંધીનગર, 27 નવેમ્બર, 2026 : Gujarat Assembly Election 2027 budget to increase by 23%  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2027 વર્ષમાં યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વિધાનસભાની 2027ની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીએ ગુજરાત સરકાર પાસે રૂ.477 કરોડનાં બજેટની માંગણી કરી છે. જે ગત ચૂંટણી કરતા 23 ટકા રકમ વધારે હોવાનું કહેવાય છે.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2027માં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે સરકાર પાસે રૂપિયા 477 કરોડના બજેટ ફાળવવાની માગણી કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, દેખરેખના વ્યાપને વિસ્તૃત કરવા અને મતદારોની સુવિધા માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરવાના આયોજનને કારણે આ અંદાજ રજૂ કરાયો છે.

ચૂંટણી પંચના સૂત્રોના કહેવા મુજબ ચૂંટણીમાં  લાઇવ વેબકાસ્ટિંગ અને અન્ય આનુષંગિક ખર્ચાઓની ગણતરી બાદ હાલ અંદાજિત ખર્ચ રૂ.477 કરોડ આંકવામાં આવ્યો છે, પરંતુ ચૂંટણી સમયે થતી અન્ય વ્યવસ્થાઓને જોતાં વાસ્તવિક ખર્ચ રૂ.500 કરોડને પણ પાર કરી જાય તેવી પૂરી શક્યતા છે. જો અગાઉની ચૂંટણીઓના આંકડાઓ પર નજર કરીએ તો, 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સરકારે રૂ.387 કરોડની જોગવાઈ કરી હતી, જેની સરખામણીમાં 2027નો આ નવો બજેટ અંદાજ સીધો 23 ટકાનો વધારો દર્શાવે છે.

ગુજરાત વિધાનસભાની અગાઉની ચૂંટણીનો ખર્ચ જોઈએ તો  2017ની વિધાનસભા ચૂંટણી યોજવા માટે રૂ.250 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ અંતે વાસ્તવિક ખર્ચ વધીને રૂ.326 કરોડ પર પહોંચ્યો હતો. તેવી જ રીતે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ રૂ.175 કરોડનું બજેટ નક્કી કરાયું હતું, પરંતુ ખરેખર થયેલો ખર્ચ ફાળવેલી રકમ કરતાં ઘણો વધી ગયો હતો.

આ વખતના ચૂંટણી બજેટમાં સૌથી મહત્વપૂર્ણ અને મોટો પ્રસ્તાવ રાજ્યના તમામ એટલે કે 100 ટકા મતદાન મથકો પરથી લાઇવ વેબકાસ્ટિંગ કરવાનો છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં દરેક વિધાનસભા મતવિસ્તારના પસંદગીના અંદાજે 255 જેટલા મતદાન મથકો પર જ રેન્ડમ ધોરણે લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવતું હતું. પરંતુ હવે ચૂંટણી પંચે દરેક મતદાન મથક પરથી લાઇવ પ્રસારણ કરવાનું આયોજન કર્યું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ પર વધુ અસરકારક અને સચોટ રીતે નજર રાખી શકાય.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img