Homeગુજરાતીગુજરાતખાદ્યતેલમાં ભેળસેળ અટકાવીને ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવુ જોઈએઃ મુખ્યમંત્રી

ખાદ્યતેલમાં ભેળસેળ અટકાવીને ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવુ જોઈએઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 29 નવેમ્બર,2026 : Edible Oil Traders Association Conference ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળના ૨૨મા રાજ્યસ્તરીય અધિવેશનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મહામંડળ દ્વારા શરૂ કરાયેલા ‘શુદ્ધતા માટે યુદ્ધ’ના સામૂહિક સંકલ્પને બિરદાવતા જણાવ્યું હતું કે, ખાદ્યતેલ એ દરેક પરિવારના દૈનિક જીવન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. સારું સ્વાસ્થ્ય હશે તો જ તમામ ભૌતિક સુખ-સુવિધાઓ સાર્થક થશે. વેપારીઓ દ્વારા ભેળસેળ અટકાવીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ પૂરું પાડવાનું જે બીડું ઝડપાયું છે, તે સમાજ પ્રત્યેના દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ છે અને સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ બનશે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાનએ સ્વચ્છતા, યોગ, શુદ્ધ પીવાનું પાણી અને આયુષ્માન કાર્ડ જેવા જનહિતના આયામો પર ભાર મૂક્યો છે, જેના પરિણામે આજે દેશના ૫૦ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ખાદ્યતેલ અને તેલીબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે વડાપ્રધાનએ ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ’ અને ‘ઓઇલ સીડ્સ’ જેવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મિશન શરૂ કર્યા છે. આ અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત રોપા, વાવેતર, ટપક સિંચાઈ, આંતરપાક અને પ્રોસેસિંગ સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, જમીન અને માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈ રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડવા પણ તેમણે આહવાન કર્યું હતું, જેથી ખેતરમાંથી જ શુદ્ધ ઉત્પાદન વેપારીઓ સુધી પહોંચી શકે.

પટેલે જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની મહેનતથી મગફળી, કપાસ, તલ અને એરંડા જેવા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં ગુજરાતે દેશમાં અગ્રણી સ્થાન મેળવ્યું છે. રાજ્ય સરકાર ગુજરાતને તેલીબિયાં ઉત્પાદનના કેન્દ્રની સાથે ખાદ્યતેલના પ્રોસેસિંગ, રિફાઇનિંગ, પેકેજિંગ અને વિતરણના મહત્વના હબ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે. ‘ખેતરથી ફેક્ટરી અને ફેક્ટરીથી વૈશ્વિક બજાર’ સુધીની ગુજરાતની આ વિકાસયાત્રા સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.

ખેડૂત અને વેપારી એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતને તેના ઉત્પાદનનું પોષણક્ષમ મૂલ્ય મળે, વેપારીને પારદર્શક વ્યવસાયનું વાતાવરણ મળે અને ગ્રાહકને વ્યાજબી ભાવે શુદ્ધ તેલ મળે તેવું સંતુલન જળવાવું જોઈએ. વેપારમાં નફાની સાથે ‘વિશ્વાસ’ એ સૌથી મોટી મૂડી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે ખેડૂત, વેપારી, ઉદ્યોગકાર અને ગ્રાહકના સહયોગથી ખાદ્યતેલની મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરીને ‘લોકલ ફોર વોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

શુદ્ધ માટે યુદ્ધ ના મંત્ર સાથે ગુજરાત રાજ્ય ખાધતેલ વહેપારી મંડળ ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે આ પ્રસંગે ખાધતેલ વહેપારી મંડળ ના હોદ્દેદાર સહિત વેપાર જગત ના અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.

આ અધિવેશનમાં  મેયર હિતેશ બારોટ,ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના રાજેશ ગાંધી, પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ઉપપ્રમુખ પ્રદીપભાઈ ખેતાણી, રૂપેશભાઈ વોરા, જયેન્દ્ર ઠક્કર, અલ્કેશ શાહ, કિરીટકુમાર શાહ સહિત કારોબારી સભ્યો, રાજ્યભરમાંથી ખાધતેલના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img