Homeગુજરાતીગુજરાતજુનાગઢ-વંથલી હાઈવે પર પૂરઝડપે રેતી ભરેલા ડમ્પરે કાર પર પલટી ખાધી

જુનાગઢ-વંથલી હાઈવે પર પૂરઝડપે રેતી ભરેલા ડમ્પરે કાર પર પલટી ખાધી

જુનાગઢ, 9 સપ્ટેમ્બર, 2026 :  A dumper loaded with sand overturned on a car જિલ્લામાં રેતી અને બ્લેક સ્ટોન ભરેલા પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો સામે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે. ત્યારે વંથલી-જૂનાગઢ હાઈવે પર પૂરપાટ ઝડપે  રેતી ભરેલા ડમ્પરે પલટી ખાધી હતી. ડમ્પરના ચાલકે બાઈકચાલકને બચાવવા જતા અચાનક બ્રેક મારતા ડમ્પરે પલટી મારતા રોડ સાઈડ પર ઊભેલી કાર પર 15 ટન રેતીનો ઢગલો થયો હતો. જોકે કાર પાસે ઊભેલા બે લોકો સમયસૂચકતા વાપરી દૂર ભાગી જતા બંનેનો બચાવ થયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વંથલી-જૂનાગઢ હાઈવે પર શાપુર ચોકડી પાસેથી 15 ટન રેતી ભરેલુ ડમ્પર પૂર ઝડપે જઈ રહ્યું હતું ત્યારે  એક બાઈકચાલકે રોડ ક્રોસ કરતા ડમ્પરચાલકે અચાનક બ્રેક મારી હતી. પરંતુ, સ્પીડ હોવાના કારણે ડમ્પરે બેકાબૂ બનીને રોડ સાઈડ પર ઊભેલી કાર પર પલટી ખાધી હતી. આ સમયે કાર નજીક બે લોકો ઊભા હતા. પણ ડમ્પર નજીક આવતા બન્ને લોકો જ દૂર ભાગતા તેમનો બચાવ થયો હતો. ડમ્પરમાં ભરેલી અંદાજિત 15 ટન રેતીનો કાર પર ઢગલો થઈ ગયો હતો. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. અકસ્માત બાદ ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular