1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવ-થરાદના ગણેશપુરાની કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા
વાવ-થરાદના ગણેશપુરાની કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા

વાવ-થરાદના ગણેશપુરાની કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા

0
Social Share

થરાદ, 16 એપ્રિલ 2026: A gap in the Ganeshpura canal  વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને જાણ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધતા પરિણામે કેનાલ તૂટી તૂટી ગઈ છે.

વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે  ખેડૂતોની જમીનમાં વાવેલા બાજરી અને એરંડાના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોએ આ ઘટના માટે નર્મદા વિભાગના તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ખેડૂતોના મતે, કેનાલના સેડાના ભાગે નાળા યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હતા અને ગરનાળાને યોગ્ય રીતે ફિટ કરવામાં ન આવતાં કેનાલ તૂટી હતી.

સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધ્યું હતું, જેના પરિણામે કેનાલ તૂટી પડી હતી. આ બેદરકારીને કારણે તેમને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આ મામલે, વાઘજીભાઈ, ગોવાભાઈ રબારી અને જેતસિંહ રાજપૂત જેવા સ્થાનિક ખેડૂતોએ તંત્ર સમક્ષ તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા અને પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code