1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હારિજ માર્કેટ યાર્ડમાં ખેતીપાકની ધૂમ આવક, વાહનોની લાંબી લાઈનો લાગી
હારિજ માર્કેટ યાર્ડમાં ખેતીપાકની ધૂમ આવક, વાહનોની લાંબી લાઈનો લાગી

હારિજ માર્કેટ યાર્ડમાં ખેતીપાકની ધૂમ આવક, વાહનોની લાંબી લાઈનો લાગી

0
Social Share

પાટણ, 16 એપ્રિલ 2026: A huge influx of agricultural produce હારીજ માર્કેટયાર્ડમાં કૃષિપાકની મબલખ આવક થઈ રહી છે. રાતથી યાર્ડ બહાર કૃષિ ઉપજ ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. બુધવારે યાર્ડ બહાર વાહનોની એક કિમી સુધી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે યાર્ડ બહાર ચાર કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ખેડૂતોને તેમના વાહનો સાથે ગંજ બજારમાં પ્રવેશ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.

પાટણ જિલ્લાના હારિજના માર્કેટ યાર્ડમાં રવિ પાકના વેચાણની ફૂલ સિઝન ચાલી રહી છે. જેમાં ગઈકાલે બુધવારના રોજ આવકોમાં અચાનક વધારો થતાં વાહનો આડેધડ ઊભા રહેવાને કારણે ટ્રાંફિકની પરિસ્થિતિ ઊભી થઈ હતી. માર્કેટયાર્ડના તમામ રસ્તાઓ અને યાર્ડ બહાર પણ એક-એક કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી.  જે ખેડૂતો છેલ્લે પહોંચ્યા હતા, તેમને તેમના વાહનો સાથે ચાર કલાક સુધી ઊભા રહેવું પડ્યું હતું. ગંજ બજારના મુખ્ય દરવાજામાં પ્રવેશ મેળવવામાં પણ તેમને ચાર કલાકનો વિલંબ થયો હતો. આવકોમાં સૌથી વધુ દિવેલાની હતી, જેમાં એક જ દિવસમાં અંદાજિત 20 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી. ઉપરાંત જીરું, ચણા, ઈસબગુલ, અજમો, સવા અને ઘઉં જેવા અન્ય રવિ પાકો પણ વેચાણ અર્થે મોટી માત્રામાં આવ્યા હતા. ખેડૂતોને કૃષિ ઉપજના પુરા ભાવ મળી રહેતા સંતોષ વ્યક્ત કરાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code